ભારતના કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અમરેલી ખાતે પ્રેસ-કોન્ફરન્સ બોલાવી હતી. પુરુષોત્તમ રૂપાલાએ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત અને અમરેલી જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદ બાબતે લીલા દુષ્કાળ પડવાની શક્યતાઓને નકારી કાઢી છે. છતાં પણ જો એ પરિસ્થિતિ સર્જાશે તો ભારત સરકાર સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કર્યો હતો. નોંધનીય છે કે રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાકને નુકશાન થયું છે. જેને લઈને ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.