કેન્દ્રીય કૃષિમંત્રી સાથે ફળદુ કરશે બેઠક,ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા માંગ

રાસાયણિક ખાતરના ભાવ વધવાનો મુદ્દો સામે આવ્યો છે. કૃષિમંત્રીભાવ વધારાને લઇને કેન્દ્રીય કૃષિમંત્રી સાથે બેઠક કરશે, વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક કરશે.

DAP ખાતરની થેલી દીઠ ખેડૂતને 400 રૂપિયા સબસિડી ચૂકવાતી હતી. પહેલા સરકાર ખાતર કંપનીને સબસિડી ચુકવતી હતી.

દિલીપ સખીયાએ ભાવ વધારાને પરત લેવા માંગ કરી છે. આ અંગે ખેડૂત આગેવાન જયેશ ડેલાટે પરસોત્તમ રૂપાલાને પત્ર પણ લખ્યો છે અને ખેડૂતો દ્વારા સતત ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી રહી છે.

  • DAP ખાતરના 700 અને ASPમા 375 થયો વધારો
  • DAP ખાતરમાં 1200 જગ્યા 1900 રૂપિયા થયા
  • NPK (16) મા 1185 જગ્યાએ 1800 રૂપિયા થયા
  • NPK (26) મા 1175 જગ્યાએ 1775 રૂપિયા થયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.