કૃષિ બિલ લાવીને સરકારે ખેડૂતોની પીઠ પર વાર કર્યો છે: રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૃષિ બિલના મુદ્દે ફરી મોદી સરકારને નિશાના પર લીધી છે.રાહુલ ગાંધીએ આજે ખેડૂતો સાથેની વાતચીતનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પહેલા દેશણાં ઈસ્ટ ઈન્ડિયા કંપની હતી અને હવે વેસ્ટ ઈન્ડિયા કંપની આવી છે.યુપીમાં આપણે જોયુ જ છે કે, કેવી રીતે ઉદ્યોગપતિઓ ખેડૂતોની ખેતી અને જમીન પર કબ્જો જમાવવા માંગે છે.આપણે પહેલી લડાઈ જમીન અધિગ્રહણ માટેની લડી હતી.ખેડૂતો અને મજૂરો હિન્દુસ્તાનની કરોડરજ્જુ છે જેને તોડવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે.સરકારના જીએસટી અને નોટબંધી જેવુ જ કૃષિ બિલ છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ ત્રણ કાયદા થકી તમારા હૃદય પર છુરો ઘોંપવામાં આવ્યો છે.પહેલા તમારા પગ પર કુહાડી મારવામાં આવી હતી અને ત્રણ નવા ખેડૂત કાયદા થકી સીધો હૃદય પર ચાકુનો વાર કરાયો છે.આ બિલનો વિરોધ કરવો જ પડશે અને હિન્દુસ્તાનના ભવિષ્ય માટે વિરોધ જરુરી છે.ભાજપના લોકોએ દેશ ઉભો નથી કર્યો.ભાજપના લોકો તો આઝાદીની લડાઈમાં અંગ્રેજોની સાથે ઉભા રહ્યા હતા.ખેડૂતોનો અવાજ ગામડાથી લઈને સેના સુધી છે અને આ અવાજ થકી ભારતને આઝાદી મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.