કૃષિ બિલ મોદીનાં “ખાસ” મિત્રો માટે, શું ખેડુતો અંબાણી અને અદાણી સાથે સોદો કરી શકશે: રાહુલ ગાંધી

બિહાર વિધાન સભાનાં ત્રીજા તબક્કાને લઇને થયેલા ચુંટણી પ્રચાર અભિયાન શરૂ થઇ ચુક્યું છે, મંગળવારે પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કિશનગંજમાં રેલીને સંબોધી, અહીં રાહુલ ગાંધીએ મોદી સરકાર અને મુખ્ય પ્રધાન નિતીશ કુમાર પર જોરદાર શાંબ્દિક હુમલા કર્યા.

કિશનગંજ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે નિતીશ કુમારજી અને મોદીજીએ સાથે મળીને બિહારને લુટ્યું છે, બિહારમાં ખેડુત, મજુર, નાના મજુરોનો સફાયો કર્યો છે, હવે બિહારનાં યુવાનો અને ખેડુતોએ મન મનાવી લીધું છે, કે  ગઠબંધનને ચુંટણીમાં  જીતાડવાનું છે. અને બિહારને બદલવાનું કામ શરૂ કરવાનું છે.

રાહુલ ગાંધીએ કહ્યું  કે છત્તીશગઢની સરકાર સીધા જ ખેડુતોનાં ખાતામાં નાણા આપે છે, અને  બિહારની સરકારે ખેડુતોનાં પૈસા છિનવી લીધા છે, વડા પ્રધાન મોદી નવું કૃષિ બિલ લાવ્યા જે ખેડુતોનાં હિતમાં નથી, આ બિલ મોદીજીનાં કેટલાક મિત્રો માટે છે, શું ખેડુતો અંબાણી અને અદાણી સાથે સોદો કરી શકશે, એક ગુજરાતમાં અને એક મુંબઇમાં છે અને તમે બિહારમાં છો, અમે તે આદત બનાવવા માંગીએ છિએ કે છત્તીશગઢની જેમ અનાજનાં 2500 રૂપિયા બિહારનાં ખેડુતોને પણ મળે.

રાહુલે   કહ્યું કે નિતીશ કુમાર યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું, પરંતું જ્યારે યુવાનો તેમની પાસે નોકરી માંગવા અંગે પુછે છે  તો  તેમને ગોળી મારે છે, નિતીશ કુમારને એ કહેવું જોઇએ કે તે રોજગાર આપવામાં નિષ્ફળ રહ્યા, દેશમાં જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે, ત્યાં ખેડુતો,ગરીબો અને રોજગારી અંગે કામ થાય છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉન દરમિયાન જ્યારે તમે માર્ગો પર ભુખ્યા-તરસ્યા ચાલી રહ્યા હતાં, ત્યારે નરેન્દ્ર મોદી અને  નિતીશ કુમારે તમારી મદદ કરી નહીં, કોંગ્રેસ પાર્ટીએ મજુરોને ઘરે મોકલવાનું કામ કર્યું, આજે અહીં તમારી સમક્ષ હાથ જોડીને મત માંગુ છું, એટલી પણ તેમનામાં શરમ પણ નથી, જ્યારે જરૂર હતી ત્યાંરે ક્યાં હતાં, ત્યાંરે તે ભારતનાં સૌથી અમીર લોકોનો ટેક્સ માંફ કરી રહ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.