વિપક્ષી દળો દ્વારા ભારે હોબાળા વચ્ચે અનેક ખેડુત સંગઠનોએ આવતીકાલે શુક્રવારે ‘ભારત બંધ’નું આહ્વવાન પર પોતાનું સમર્થન આપ્યું છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં 31 ખેડુત સંગઠનો તો પહેલાથી જ આ બીલનો વિરોધ કરે છે.
અખિલ ભારતીય કિસાન સંઘ(AIFU), ભારતીય કિસાન યૂનિયન(BKU), અખિલ ભારતીય કિસાન મહાસંઘ(AIKM) અને ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ(AIKUCC) જેવા ખેડુત સંગઠનોએ કાલે એક રાષ્ટ્રવ્યાપી બંધની જાહેરાત કરી છે.
કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રના ખેડુત સંગઠનોએ પણ 25 સપ્ટેમ્બરના રોજ બંધનું આહ્વાન કર્યું છે. ઓલ ઈન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ, નેશનલ ટ્રેડ્સ યૂનિયન કોંગ્રેસ, સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યૂનિયન, હિંદ મજુર સભા સહિત દસ કેન્દ્રિય ટ્રેડ યૂનિયન ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ટ્રેડ યૂનિયન સેન્ટર અને ટ્રેડ યૂનિયન સમન્વય કેન્દ્ર પણ 25 સપ્ટેમ્બરે ભારત બંધના સમર્થનમાં આગળ આવ્યા છે.
સંસદમાં કેન્દ્ર સરકાર દ્વાર કૃષિ સાથે જોડાયેલા ત્રણ વિધેયક પાસ કરવાનો સતત વિરોધ થઈ રહ્યો છે. વિરોધી રાજનીતિક દળો સહિત ઘણાં ખેડુત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યાં છે. 25 સપ્ટેમ્બરે આ મામલે ખેડુત સંગઠનો દ્વારા સમગ્ર દેશમાં બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. પંજાબમાં 31 ખેડુત સંગઠનો આ લડાઈમાં એક સાથે આવ્યા છે. હરિયાણા, ઉત્તરપ્રદેશમાં પણ ખેડુત સંગઠનો બંધ અને ચક્કાજામમાં સામેલ થશે.
પંજાબમાં અનેક સ્થળોએ ખેડુત સંગઠનોએ રેલ રોકવાની વાત કરી છે જેને જોતા પંજાબ જતી અને ત્યાંથી પસાર થતી અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ સિવાય ઘણાં ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ખેડુત સંગઠનો જુદાં-જુદાં રાજ્યોમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચક્કાજામ કરશે. ખેડુતોના આ આહ્વાનને જોતા રાજધાની દિલ્હીની સરહદો પર અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેડુતોને રોકવા માટે દિલ્હી-હરિયાણા બોર્ડર સીલ કરવાની તૈયારી છે. જો કે આજે દિલ્હી-હરિયાણા બોર્ડર પર વાહનવ્યવહાર એકદમ સામાન્ય રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.