ગુજરાતની ક્ષમા બિંદુએ બુધવારે પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે અને સાંભળીને થોડું અજીબ લાગ્યુંને કે કોઈ કેવી રીતે પોતાની જાત સાથે લગ્ન કરી શકે તેમ છે. પરંતુ આ વાત એકદમ સાચી છે. ક્ષમાએ પહેલા 11 જૂનના રોજ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી પરંતુ આ અંગેનો વિવાદ વધતા તેણે નક્કી કરેલી તારીખના 3 દિવસ પહેલા જ જાત સાથે લગ્ન કરી લીધા છે.
બિંદુએ આખરે પોતાની સાથે કરેલી પ્રોમિસ નિભાવી અને લગ્નના ખાસ કાર્યક્રમમાં વૈવાહિક બંધનમાં બંધાઈ ગઈ.અને લગ્ન દરમિયાન પીઠી, મેહંદી જેવી બધી વિધિઓ કરવામાં આવી હતી અને તેણે સાત ફેરા પણ ફર્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ રીતના પહેલા લગ્ન છે અને ક્ષમાએ પહેલા 11 જૂનના રોજ પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. જેના પછી તેના ઘરે લોકોની સતત ભીડ જોવા મળી રહી હતી.
તેને લઈને પડોશીઓએ પોતાનો વિરોધ જતાવ્યો હતો.અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે, ક્ષમાએ કહ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તેને ડર હતો કે 11 જૂનના રોજ તેના ઘરે આવીને કોઈ વિવાદ ઊભો ના કરે.
તેના લગ્નનો વિરોધ થતા કોઈ પણ પંડિતે તેના લગ્નમાં આવવાની ના પાડી દીધી હતી.અને જેના પછી ક્ષમાએ ટેપ પર મંત્ર વગાડીને પોતાની લગ્નની વિધો પૂરી કરી હતી. ક્ષમાના પોતાની સાથે લગ્ન કરવાના નિર્ણયમાં તેના માતા પિતા અને મિત્રોએ સંપૂર્ણ સાથ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.