કતારગામમાં માતાએ પુત્રીને ઝેરી દવા પીવડાવી જાતે પણ ગટગટાવી : માતા-પુત્રીના મોત

કતારગામના વેડરોડ ગઈકાલે બપોરે ગૃહ કંકાસમાં માતાએ સવા વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવી ને જાતે પણ ઝેરી દવા ગટગટાવી ગયા હતા જોકે બાળકીના મોત બાદ માતાનું પણ મોત થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ કતારગામના વેડ રોડ પર પંડોળ પાસે સંત જલારામ સોસાયટીમાં રહેતા 29 વર્ષીય આરતીબેન ઉર્ફે અર્પિતાબેન હિતેન્દ્રભાઈ પ્રજાપતિ એ ગઈકાલે બપોરે વેડરોડ અખંડ આનંદ કોલેજ ની પાછળ રમણનગરમાં પિયરમાં ટીમની સવા વર્ષની પુત્રી નિષ્ઠા ઝેરી દવા પીવડાવી હતી બાદમાં આરતીબેનએ જાતે ઝેરી દવા ગટગટાવી ગયા હતા.

બંનેને સારવાર માટે તરત કતારગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી જ્યારે સારવાર દરમિયાન મોડી રાત્રે આરતીબેન પણ કરુણ મોત નીપજયું હતું.

જોકે પ્રજાપતિ પરિવારની એકની એક લાડકવાઈ માસુમ બાળકી અને આરતીબેનના મોત ને લીધે પરિવારજનો પર આભ તૂટી પડયું હતું અને પ્રજાપતિ સમાજના વ્યક્તિઓમાં માતમ છવાઇ ગયો હતો.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે આરતીબેન મૂળ ભાવનગરના મહુવા તાલુકાના વતની હતા જોકે પતિ સાથે તેમનો ગૃહ કંકાસના અને અણબનાવ બન્યો હતો જેથી આરતીબેન છેલ્લા નવ માસથી પતિથી અલગ પિયરમાં રહેતા હતા જોકે આવા સંજોગોમાં તે સતત માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે આ અંગે કતારગામ પોલીસે તપાસ આદરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.