જેટ સ્પીડે સ્પીડે કેસ વધતાં હોવા છતાં લોકો અને તંત્ર ઉદાસિન ઃ કતારગામમાં મોટી ટીમ ઉતારાઇ છતાં સંક્રમણ અટકતું નથી – અઠવા ઝોનમાં ઓછા 481 કેસ
સુરત શહેરમાં કોરોનાનો આંક 7000ને પાર થઈ ગયો
સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યા જેટ સ્પીડે વધી રહી હોવા છતાં પણ લોકો અને તંત્ર ઉદાસિન જોવા મળી રહ્યાં છે. રવિવારે બપોર સુધીમાં સુરતમાં કુલ કેસનો આંક 7000પાર કરી ગયો છે. કતારગામ ઝોનમાં સૌથી વધુ 1749 કેસ જ્યારે અઠવા ઝોનમાં સૌથી ઓછા 481 કેસ નોંધાય છે. આઠ ઝોનમાંથી બે ઝોનમાં ૧-૧ હજાર જ્યારે પાંચ ઝોનમાં કેસનો આંક ૫૦૦ને પાર કરી ગયો છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય કમિશ્નર જયંતિ રવિને મુકવામાં આવ્યા છે પરંતુ તેઓ આવ્યા બાદ કોરોનાનું સંક્રમણ અનેક ઘણું વધી રહ્યું છે. સુરતના અધિકારીઓ આંકડા છુપવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવા છતાં પોઝિટિવ દર્દીની સંખ્યા 7000ને પાર કરી ગઈ છે. સુરતના મેયરના ઝોનમાં જ મ્યુનિ. તંત્ર કોરોનાનું સંક્રમણ રોકવામાં નિષ્ફળ નિવડયું છે. માત્ર કતારગામ ઝોનની વાત કરવામાં આવે તો સુરતમાં સૌથી વધુ 1749 કેસ છે. આ વિસ્તારમાં હીરાના કારખાના સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવા સાથે અહી સોશિયલ ડિસ્ટન્સ પણ નહીં જળવાથું હોવાથી કોરોનાનો રાફડો ફાટયો છે. ત્યાર બાદ અત્યાર સુધી સુરતમાં સૌથી વધુ સંક્રમણ હતું તેવા લિંબાયત ઝોનમાં 1173 કેસ થયાં છે. આરોગ્ય સચિવે મ્યુનિ.ના કતારગામ ઝોનમાં મોટી ટીમ ઉતારી છે પરંતુ હજી સુધી સંક્રમણ ઘટવાનું નામ લેતું નથી. લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યાં છે કે, મ્યુનિ. તંત્રએ ટેસ્ટીંગ મર્યાદિત કર્યા છે. સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જાય ત્યારે ટેસ્ટીંગ કરવાના બદલે 14દિવસ હોમ આઈસોલેસન લખીને દર્દીને રવાના કરી દેવામા આવે છે. તેમ છતાં આજે બપોર સુધીમાં સુરત શહેરમાં કોરોનાનો આંક 7000ને પાર કરી ગયો છે.ે
મીટીંગ-સલાહ બંધ કરો અને કામગીરી કરો એવી માંગ
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધવા પાછળ લોકોની સાથે વહિવટી તંત્ર પણ જવાબદાર છે. ત્યારે મ્યુનિ. અને સરકારના અધિકારીઓ માત્ર મીટીંગ કરી રહ્યાં છે. આરોગ્ય સચિવ સુરતમાં હોવાથી સતત મીટીંગનો દૌર ચાલી રહ્યો છે જેના કારણે કામગીરી પર વિપરિત અસર પડી રહી છે. આવી સ્થિતિ જોતાં સુરીતઓ સોશિયલ મીડિયા થકી અધિકારીઓને કહી રહ્યાં છે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું,, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને સતત હાથ ધોવા તે વાત હવે લોકો સમજી ગયાં છે પરંતુ કોરોના સંક્રમણ અટકાવવા માટે નક્કર કામગીરીની જરૃર છે. પણ ઉચ્ચ અધિકારીઓ આવ્યા હોવાથી સરકાર કામગીરીને બદલે સતત મીટીંગમા વ્યસ્ત છે તેથી મીટીંગ કરવાના બદલે સતત કામગીરી થવી જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.