દ્વારકાઃ ગઈ કાલે દ્વારકા પહોંચેલા મોરારી બાપુ પર પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાનો વીડિયો ભારે વાયરલ થયો છે. જેને કારણે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર પબુભા માણેક ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે. તેઓ સતત સાત ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં અપક્ષ અને કૉંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા.
1990થી સતત ત્રણ ટર્મ સુધી તેઓદેવભૂમિ દ્વારકા (અગાઉ જામનગર) જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ પછી 2007, 2012 અને 2017માં તેઓ ભાજપની સીટ પરથી ચૂંટાયા હતા. પબુભા માણેકને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
માણેક સ્થાનિક હિંદુ વાઘેર સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવે છે. ઓખામંડળ વિસ્તારમાં સમર્થકોની વચ્ચે તેઓ ‘ભા’ના નામથી જાણીતા છે. તેઓ ગત ચૂંટણીમાં 5,700 જેટલા મતોથી વિજયી થયા હતા. પરંપરાગત રીતે તેમને ઓખામંડળ વિસ્તારમાંથી સમર્થન મળતું હતું પરંતુ ગત ચૂંટણી વખતે દ્વારકા શહેરના મતદાને તેમની જીત સુનિશ્ચિત કરી હતી. તેઓ જીતી તો ગયા હતા, પરંતુ તેમણે ઉમેદવારી પત્ર ભૂલ કરી હોવાની કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાની રજૂઆત માન્ય રાખીને કોર્ટે ચૂંટણી રદ્દ કરી દીધી હતી. આ ચુકાદા બાદ કૉંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ આહીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ‘અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને સત્યનો વિજય થયો છે.’
પબુભા માણેકે દ્વારકા પહોંચેલા મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. મોરારી બાપુ કૃષ્ણ વિવાદને લઇને માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા. તે દરમિયાન મંદિર ખાતે પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પબુભા માણેકે હુમલો કરતા સાંસદ પૂનમ બેન માડમે તેમને રોક્યા હતા. એટલું જ નહી તેમણે મોરારી બાપુને ગાળો પણ આપી હોવાની ચર્ચા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.