કેટલાક ખેડૂત નેતાઓ આજે ફરી ભૂખ હડતાળ પર, દિવસે દિવસે વણસી રહી છે પરિસ્થિતિ

– બંને પક્ષે જાણે વટનો સવાલ બનાવી દીધો છે

દિલ્હીના સીમાડે ડેરો નાખીને બેઠેલા હજારો ખેડૂતોમાંના કેટલાક ખેડૂત નેતાઓ આજે ફરી ભૂખ હડતાળ પર બેઠા હતા. અત્યાર સુધીમાં સંત બાબા રામસિંઘ સહિત 30 ખેડૂતો જાન ગુમાવી ચૂક્યા હતા.

એક તરફ ખેડૂતો છે અને બીજી બાજુ સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ પણ  દિલ્હીમાં કોઇ સ્થળે બેસીને આમરણ ઉપવાસ કરવાની પરવાનગી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પાસે માગી હતી.

છેલ્લા 23-24 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. સરકારે એક કરતાં વધુ વખત જુદી જુદી ઑફર કરી હતી પરંતુ ખેડૂતો માન્યા નહોતા. એમ લાગે છે કે બંને પક્ષોએ આ મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો હતો. ખેડૂતો કાયદા પાછા ખેંચવાની જિદ લઇને બેઠાં છે ત્યારે સરકારને એવો ડર છે કે ડોશી મરે એનો ભો નથી, જમડા ઘર ભાળી જાય એનો ડર છે. એકવાર આ કાયદા પાછા ખેંચો એટલે બીજા લોકો ચડી બેસે કે હવે આ કાયદા પાછા ખેંચો. અત્યારે તો મડાગાંઠ જેવી સ્થિતિ હોય એવું લાગી રહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.