લોકડાઉન વચ્ચે ફસાઈ ગયેલા મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીને આખા દેશમાં સાચા અર્થમાં હીરો બની ગયેલા સોનુ સૂદના નામે હવે લેભાગુઓએ ઠગાઈ શરુ કરી છે.
સોનુએ અત્યાર સુધીમાં સેંકડો બસોની વ્યવસ્થા કરીને મજૂરોને તેમના ઘરે મોકલ્યા છે.હવે સોનુના નામે કેટલાક ગઠીયાઓએ ગરીબ મજૂરો પાસેથી પૈસા ઉઘરાવવાનુ શરુ કરી દીધુ છે.સોનુ સુદે પોતે જ લોકોને આ માટે ચેતવણી આપી છે.
સોનુએ કહ્યુ હતુ કે, કેટલાક લોકો તમારી જરુરિયાતનો ફાયદો ઉઠાવવા માટે તમારો સંપર્ક કરશે , તેઓ જો મારા નામે પૈસા માંગે તો ના પાડી દેજો અને મારો અથવા નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક કરજો.કારણકે અમે જે સેવા કરી રહ્યા છે તે માટે એક પણ રુપિયો
લઈ રહ્યા નથી.
સોનુએ લેભાગુઓ કેવી રીતે પૈસા માંગે છે તેના વોટસએપ સ્ક્રીન શોટ પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા.સોનુ હાલમાં વાવાઝોડા નિસર્ગથી પ્રભાવિત લોકોની મદદ પણ કરી રહ્યો છે.તેણે વાવાઝોડાથી અસરગ્રસ્ત 28000 લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.