હાથરસ કાંડમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફરી એક વખત વિરોધ પક્ષોને નિશાના પર લીધા છે.યોગીએ કહ્યુ છે કે, કેટલાક લોકોના ડીએનએમાં જ ભાગલાવાદ છે.આ લોકોએ પહેલા દેશના ભાગલા કર્યા અને હવે લોકોમાં ભાગલા પાડી રહ્યા છે.
યોગીએ કહ્યુ હતુ કે, દ્યારે આખો દેશ રામ જન્મ ભૂમિને લઈને કોર્ટે આપેલા ચુકાદાની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે કેટલાકો રાજ્યમાં તોફાનો ભડકાવવાનુ કાવતરુ ઘડી રહ્યા હતા.રાજ્યમાં સરકાર મજૂરો, શ્રમજીવીઓ અને કામદારોને કોરોના કાળમાં આગળ વધારવાના પ્રયાસો કરી રહી છે ત્યારે જાતિ અને સંપ્રદાયના નામ પર તોફાનો કરવા માટે કાવતરુ ઘડાય છે.
યોગીએ કહ્યુ હતુ કે, વિરોધ પક્ષના શાસનમાં પૂર્વ યુપીમાં મગજના તાવથી 50000થી વધારે બાળકોના મોત થયા હતા પણ તે વખતે વિરોધ કરનારા ગાયબ હતા.રાજ્યમાં ખાંડની મિલોને બંધ કરનારા લોકો કોણ હતા તે પણ ઓળખવાની જરુર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.