કેટલાક લોકો વિચારે છે કે રામ મંદિર બનવાથી કોરોના ખતમ જશે: શરદ પવાર

આજે રામ મંદિર નિર્માણની તારીખ સામે આવી ગઈ છે આ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે, આપણે નક્કી કરવું પડશે કે કયું કામ મહત્વપૂર્ણ છે? તેમણે કહ્યું કે, કેટલાક લોકો વિચારે છે કે રામ મંદિર બનાવાથી કોરોના ખતમ થઈ જશે. તેમણે સલાહ આપતા કહ્યું કે, સરકારે લોકડાઉનના કારણે થયેલા નુંકસાન પર ચિંતા કરવી જોઈએ.

શરદ પવાર મહારાષ્ટ્રના સોલાપુરમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પત્રકારોએ તેમને રામ મંદિરને લઈને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, આપણે તે નક્કી કરવું પડશે કે આપણા માટે શું મહત્વપૂર્ણ છે. કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થતી રહી છે પરંતુ આ દરમિયાન કેટલાક લોકો વિચારે છે કે મંદિર બની જવાથી કોરોના દેશ બહાર ચાલ્યો જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.