દુનિયાનાં કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને કોરોના થયો છે, આ ઘટના બાદ દાઉદનાં ગાર્ડસ અને બીજા સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
દાઉદની પત્ની મહેજબીન પણ કોરોના પોઝિટિવ છે, તેને અને તેની પત્નીને કરાંચી ની એક મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,
અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, અને કરાચી સીટી તેનું એપી સેન્ટર બન્યું છે, જો કે પાકિસ્તાન દ્વારા આ બાબતને સતત નકારવામાં આવી રહી છે.
ટોપ સુત્રો નાં જણાવ્યા મુજબ આ બાબત સંપુર્ણ સત્ય છે અને દાઉદ અને તેની પત્ની ની સારવાર માટે મિલિટરી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ઘણા સમયથી દાઉદ ઇબ્રાહિમ પોતાના પરિવારની સાથે પાકિસ્તાનનાં કરાચી શહેરમાં ગુપ્ત રીતે રહે છે, ભારતે ઘણી વખત આ બાબતનાં મજબુત પુરાવા આપ્યા છે, પાકિસ્તાનમાં છે કે તેમ છતા પણ પાકિસ્તાન તે સ્વિકારનો ઇન્કાર કરી રહ્યું છે.
જાણકારી મુજબ કોરોના વાયરસની એન્ટ્રી હવે દાઉદ ઇબ્રાહિમનાં ઘર સુધી થઇ ગઇ છે, દાઉદ ઇબ્રાહીમ અને તેની પત્ની મહેજબીનમાં કોરોનાનાં લક્ષણ જોવા મળ્યા છે.
દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્ની મહેજબીનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેના ઘરમાં કારનારા તમામ કર્મચારીઓને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.