શનિવારે સલામતી દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં, કુલ ૨૨ જવાન થયા છે શહીદ

છત્તિસગઢના નક્સલગ્રસ્ત બીજાપુર અને સુકમાના સરહદી ક્ષેત્રના જંગલમાં નક્સલીઓ સાથેની અથડામણમાં ૨૫ જવાન શહીદ થઈ ગયા છે અને ૩૦થી વધુ જવાન ઈજાગ્રસ્ત થયા છે.

જવાનોએ પણ વળતો જવાબ આપતાં નક્સલીઓને પણ ભારે નુકસાન થયું છે. તેઓ ચાર ટ્રેક્ટર ભરીને તેમના સાથીઓના શબ લઈ ગયા. છત્તિસગઢ પોલીસે બીજાપુર અને સુકમાના જંગલોમાંથી રવિવારે બપોર સુધીમાં ગોળીઓથી ચારણી થઈ ગયેલા ૨૦ જવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે પાંચ જવાન શહીદ થયા હતા, પરંતુ બેના જ મૃતદેહ મળ્યા હતા અને ૧૮ જવાનો લાપતા હતા. રવિવારે વધુ ૨૦ જવાનોના મૃતદેહ મળ્યા હતા. આમ, રવિવારે વધુ ૧૭ જવાનો શહીદ થયા હતા.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.