ઉત્તરાખંડના સૌથી મોટા યાત્રાધામ, હરિદ્વારમાં ચાલતા મહાકુંભ મેળામાં આજે છે, ત્રીજુ શાહી સ્નાન

ઉત્તરાખંડના સૌથી મોટા યાત્રાધામ હરિદ્વારમાં ચાલતા મહાકુંભ મેળામાં આજે ત્રીજુ શાહી સ્નાન છે. ત્યારે સાધુ સંતોએ સવારના સમયે હરકી પૌડી ઘાટ પર આસ્થાની ડુબકી લગાવી હતી. કુંભ મેળામાં ચાર શાહી સ્નાનમાં વૈશાખીનુ શાહી સ્નાન સૌથી મોટં શાહી સ્નાન ગણાય છે.

બુધવારે વૈશાખી પર કુંભનું ત્રીજું શાહી સ્નાન સવારે 10.15 થી સાંજના 5.30 સુધી થશે. ત્રીજા શાહી સ્નાન માટે હરિદ્વાર મેળા વહીવટીતંત્રે પણ સાધુ સંતો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત સવારે સાત વાગ્યા પછી હરકીની પૌડી અખાડા માટે અનામત રહેશે.

મળતી માહિતી મુજબ શંકરાચાર્ય ચોકથી ચંડી ઘાટ અને હરકી પૌડી ઘાટ સુધી સામાન્ય વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. તે જ સમયે, સાધુ સંતોના શાહી સ્નાન સુધી, પૈડી પર બનેલા બ્રહ્મકુંડ સામાન્ય લોકો માટે બંધ રહેશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.