ઉત્તરાખંડના હરિદ્વારમાં 11 વર્ષ બાદ આયોજિત થયેલ કુંભ 2021કોરોનાના કહેરની વચ્ચે જારી છે. મેનેજમેન્ટના લાખ પ્રયાસ છતાં કોરોનાના કેસ વધ્યા છે. સાધુ સંત કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. કોરોનાનું વિકરાળ રુપ જોતા નિરંજની અખાડાએ કુંભના સમાપનની જાહેરાત કરી છે.
નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પૂરીએ કહ્યુ કોરોનાના કારણે ખરાબ થતી સ્થિતિને ધ્યાનમાં રાખી કુંભ મેળો અમારા માટે પુરો થયો. મુખ્ય શાહી સ્નાન સંપન્ન થઈ ગયો છે અને અખાડામાં અનેક લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે કુંભને 14 દિવસ વિતી ગયા છે અને આ દરમિયાન 2500થી વધારે લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે
એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા મેળા આઈજી સંયજ ગુંજ્યાલે જણાવ્યું કે જો બોર્ડ્સની વાત કરવામાં આવે તો એસઓપી અનુસાર પોલીસ વિભાગ અને સ્વાસ્થ્ય વિભાગે સતર્કતાથી ચેકિંગ અભિયાન ચલાવ્યુ છે. જો બોર્ડ પર ટેસ્ટિંગની વાત કરીએ તો 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી 1 લાખ 54 હજાર 466 ટેસ્ટ થયા છે. જેમાં 222 લોકો પોઝિટિવ આવ્યા હતા
નિરંજની અખાડાએ કુંભ સમાપ્તિનું એલાન કર્યા બાદ ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતે શુક્રવારે હાઈલેવલની મીટિંગ બોલાવી હતી. મનાઈ રહ્યું છે કે કુંભ મેળાને લઈને મોટો નિર્ણય કરવામાં આવશે.
અખાડાએ જણાવ્યું કે 17 એપ્રિલે મેળો સમાપ્ત કરી તમામ સંત અખાડામાં પાછા ફરશે. નિરંજની ઉપરાંત આનંદ અખાડાના મહામંડલેશ્વર સ્વામી લાબકાનંદ ગિરીએ પણ પોતાના અખાડા તરફથી કુંભ સમાપ્તિની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.