બોટાદ-અમદાવાદ હાઈ વે પર આવેલા, શ્રી કુંડળધામ પ્રવાસીઓ માટે પણ, બની ગયું છે આકર્ષણનું કેન્દ્ર.
સૌરાષ્ટ્ર એટલે પવિત્ર યાત્રાધામ અને સાધુસંતોની ભૂમિ..કે જ્યા અનેક સુપ્રસિદ્ધ મંદિરો અને ધાર્મિક સ્થળો અહીં આવેલા છે ત્યારે આજે આપણે વાત કરીશુ બોટાદમાં આવેલા એવા અનોખા શનિમંદિરની કે જ્યા ભક્તોની ભીડ જામે છે..અને લીંબુની માળા અર્પણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા ધરાવે છે..તો આવો દર્શન કરીએ ભગવાન શનિદેવના સુંદર સ્થાનકના.
કુંડળધામ આશ્રમમાં મહંત શ્રી ભગવાન દાસ બાપુ એ બાર વર્ષ પહેલાં શનિ શીંગણાપૂર થી ચાલતા જ્યોત પોતાના હાથમાં લઈને એકમાસ ને આઠ દિવસ સુધી પગપાળા પ્રવાસ કરી ભગવાન શનિદેવની જ્યોત કુંડળધામ મા લાવવામાં આવી હતી જે આજે પણ પ્રજ્વલિત છે ભગવાન શનિદેવની આકર્ષણ મૂર્તિની સ્થાપના કરી સેવા શરૂ કરી હતી.
અમાસના દિવસે યજ્ઞ હવન કરવાથી શનિની પનોતીમાથી મુક્તિ મળે છે..દર શનિવારે દર્શનાર્થીઓ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.