કુંડળીના સપ્તમ ભાવમાં જો હોય રાહુ તો સમજો આવી બન્યુ, પ્રેમમાં મળે નિષ્ફળતા, લગ્નજીવનમા પડે ભંગાણ

લગ્ન એટલે એક ભવ નહી ભવોભવનો સંબંધ આપણે ત્યાં એટલે જ કદાચ વિવાહને ખુબજ મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. કુંડળીના કારણે તમે જીવનસાથી કેવો મેળવશો તે જાણી શકો છો. કુંડળીના સપ્તમ ભાવ કે દેહભાવમાં રાહુ હોય ત્યારે માનવીને અસામાન્ય લવ લાઈફ કે દાંપત્યજીવન આપે છે. કેટલાંક કિસ્સામાં જો સામાન્યપણું જોવા મળે તો લગ્ન મોડાં થતાં જોવા મળે છે.

કુંડળીમાં લગ્ને કઈ રાશિ છે તે પરથી વ્યક્તિનું લગ્નજીવન અને પ્રેમ સંબંધ કેવા નિવડશે તે જોઈ શકાય છે. કેટલાંક લોકોના લગ્નમાં સતત સમસ્યાઓ આવતી રહે છે, જ્યારે કેટલાંકને પ્રેમમાં નિષ્ફળતા મળે છે. આવું શા માટે થાય છે તેની જાણકારી આજે તમને મળી જશે. જો કે રાહુનું ફળકથન કરતાં પહેલાં મંગળ અને ગુરુની સ્થિતિ પણ જોવી જોઈએ. જો ગુરુ ઉચ્ચનો હોય તો મંગળ સારો હોય તો રાહુ છતાં અશુભ ફળ મળતું નથી.

રાહુને દોષ આપતા પહેલાં એક વાત ખાસ સમજી લેવા જેવી છે તે છે રાહુનો સંબંધ કર્મ સાથે છે. આથી કાર્મિક લેણદેણ પ્રમાણે પાત્રો જીવનમાં આવે છે. જે લોકોની કુંડળીમાં લગ્ને કે સાતમે રાહુ હોય છે ત્યારે તેમના જીવનમાં એકથી વધુ પાત્રો આવતા જોવા મળે છે. જો કે રાહુ હમેંશા નકારાત્મક ફળ જ આપે તેવું નથી. જો કુંડળીમાં રાહુ શુભ બનતો હોય તો તે ફાયદો પણ કરાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.