વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ નેતાઓ પોતાની નવી નવી ચોખવટ કરી રહ્યા છે. આ માટેની તૈયારીઓ પણ અત્યારથી શરૂ થઈ ચૂકી છે ખાસ કરીને ભાજપમાં ચૂંટણીના પડઘમ માટે તૈયારી ચાલુ છે. એવામાં હવે જાણીતા નેતા કુંવરજી બાવળીયા મોટુ નિવેદન આપી દીધું છે. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ કહ્યું કે, હું જસદણથી જ ચૂંટણી લડવાનો છું અને મને જસદણ બેઠકની ચિંતા છે
પોતાની રીતે જ તેમણે નિવેદન આપી દીધું છે કે, હું જસદણ બેઠક પરથી જ ચૂંટણી લડવાનો છું. તમે જસદણ બેઠકની ચિંતા ન કરો. જોકે આ વખતે ચૂંટણીમાં કેટલાક ધારાસભ્યોના પત્તા કપાઈ શકે છે તો અમુક નવા લોકોને સ્થાન મળી શકે છે. કુંવરજી એ કહ્યું કે, જો પક્ષ કહેશે તો હું ત્યાંથી લડીશ. જસદણથી લડતા હોય તો જસદણથી જ લડિયે, હું થોડી ઉપલેટાથી લડવા માટે જાઉં. પાર્ટી આદેશ કરે કે મારે જસદણથી લડવાનું છે તો અવશ્ય ત્યાંથી લડીએ.અને હું કંઈ ઉપલેટા કે ગોંડલમાંથી તો કોઈ ટિકિટની માંગણી પણ ના કરું. પાર્ટી જે આદેશ કરે એ પ્રમાણે કરવાનુ હોય.
જસદણથી લડવા માટે મને આદેશ કરે તો હું લડું. બીજે ક્યાંયથી નહિ. બીજેથી લડવા હું શું કામ માંગણી કરું? પાર્ટી આદેશ કરે તો હું જસદણથી લડીશ એવું મે સ્પષ્ટ કીધું છે. ટિકિટ નહીં આપે એ ત્યારની વાત ત્યારે હોય. પાર્ટીના નિયમો છે અને અમારા પણ સિદ્ધાંત છે. અમે ક્યાંય આમ તેમ ભાગ્યા કરીએ એમ નથી. પાર્ટી કહેશે એ પ્રમાણે હું કરીશ. લડવાનું હશે તો લડશું નહિતર શાંતિથી બેસી જઈશું. જોકે આના પરથી કુંવરજીની ઈચ્છા વ્યક્ત થઈ ગઈ છે. જોકે લલિત કાગથરા એ કહ્યું કે, તેઓ વર્ષોથી જસદણનું પ્રતિનિધિત્વ કરે છે. જસદણથી તે ધારાસભ્ય તરીકે ગયા છે. કોંગ્રેસ, ભાજપ કે કોઈ પણ પક્ષે થી ગયા હોય. એમનો સમાજ પણ ત્યાં મોટો છે. જસદણથી જ લડીશ એ વાત સાચી છે અને યોગ્ય પણ છે. પાર્ટી એ ટિકિટ આપવી કે નહિ એ એમનો વિષય છે. એમાં અમારે કંઈ કેહવાનુ નથી.
કુંવરજી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ જસદણના કાર્યકર્તા હતા. આજે પણ સક્રિય છે.અને કુંવરજીભાઈ જેવા મોટા વ્યક્તિ જેમાં પણ એમાં એ શોભા કેહવાય. કોંગ્રેસ માં આવે તો વેલકમ કરીએ એમાં ક્યાં કોઈ સવાલ છે. આ બહું સીધી વાત છે. હવે કુંવરજીભાઈ નક્કી કરે. એને ભવિષ્યમાં શું કરવાનુ છે. અમારે તો વહીવટી પ્રશ્ને વાત થઈ છે. જાત જાતના સવાલ હતાં. એ કોઈ પાર્ટી નહિ પણ જિલ્લાના સબંધમાં લાગુ પડતાં હતાં. અધિકારીનો અભાવ હોય કે ગુણવત્તાનો સવાલ હોય. રોડના કામને લઈને સવાલ હતાં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.