અનંતપુરની સરકારી હોસ્પિટલમાં 11 તો કુરનુલની પ્રાઈવેટ હોસ્પિટલમાં પ એમ કુલ 16 દર્દીઓના મોત થયા છે.
અનંનપુર જોઈન્ટ કલેક્ટર નિશાંત કુમારે જણાવ્યું કે અનંતપુર જીજીએચમાં 16 દર્દીઓના મોત થયા છે. જીજીએચના ડોક્ટરોએ પણ પુષ્ટિ કરી છે કે દર્દીઓના મોત ઓક્સિજન સપ્લાયમાં ઓછા પ્રેશરને કારણે થયા છે.
જોકે સરકારે ઓક્સિજનની અછતનો ઈન્કાર કર્યો છે. અનંતપુર જિલ્લા કલેક્ટર જી ચંદ્રુડુએ જણાવ્યું કે જિલ્લામાં ઓક્સિજનની કોઈ અછત નથી. પરંતુ ઓછા દબાણની ફરિયાદ બાદ આખી પાઈપલાઈનની તપાસ કરાઈ છે.
ગત 24 કલાકમાં આની સંખ્યા 3, 92, 459 રહી છે. જો કે દેશમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા વધીને 33 લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન કોરોનાના કારણે 3684 લોકોએ જીવ ગુમાવ્યો છે.કોરોનાના 3 લાખ 92 હજાર 459 નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુસ સંખ્યા વધી 1,95,49,910 થઈ ગઈ તથા 3684 લોકોના મોત થયા છે એ બાદ કુલ મોતની સંખ્યા વધીને 2,15,523 થઈ ગઈ છે.
એક્ટિવ કેસની સંખ્યા વધીને 33,43,910 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ કેસના 17.06 ટકા છે. તથા દર્દીઓના સાજા થવાનો દર વધારે ઘટીને 81.84 ટકા રહી ગયો છે. આંકડા અનુસાર દેશમાં સંક્રમણ બાદ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 1,59,81,772 થઈ ગઈ છે. મૃત્યુદર 1.11 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.