પાકિસ્તાનીઓના ઘુસણખોરી માટે સ્વર્ગ ગણાતા કચ્છના હરામીનાળામાંથી ચાર પાકિસ્તાની બોટ અને એક પાકિસ્તાની બીએસએફના જવાનોના હાથ ઝડપાઈ ગયો છે. કેટલાક દિવસ પૂર્વે કોસ્ટગાર્ડે એલર્ટ જાહેર કર્યું હતુ કે માછીમારોના વેશમાં પાકિસ્તાની ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે. એલર્ટના પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) સતત મોનીટરીગ કરી રહ્યું હતુ. આજે હરામીનાળા વિસ્તારમાંથી ચાર ખાલી બોટ મળી આવી છે. જો કે આજુબાજુ તપાસ કરતા એક પાકિસ્તાની હાથ લાગ્યો છે. બીએસએફની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ વ્યક્તિ માછીમાર જ હોવાનું લાગે છે. પરંતુ હાલ જ્યારે માછીમારી બંધ હોવા છતા શા માટે દરિયો ખેડવામાં આવી રહ્યો છે તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. અને બાકીની બોટમાં સવાર અન્ય પાકિસ્તાનીઓ ક્યા છે તેની પુછપરછ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.