કચ્છના ખારડીયા ગામમાં કોરોનાને નો એન્ટ્રી,હજુ સુધીમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

ગામડું ધારે એ કરી બતાવે એવા ખંત અને ખુમારીભર્યા છે ગામડાના લોકો! જ્યારે જાગૃતિ બતાવવાનો સમય આવે ત્યારે પણ ગામડાંના લોકો પાછળ નથી રહેતા એવું સાર્થક કરી બતાવ્યું છે કચ્છના નખત્રાણા તાલુકાના ખારડીયા ગામે.

નખત્રાણા તાલુકાનું 900ની વસ્તી ધરાવતું નાનકડું ગામ કે જ્યાં લોકોની જાગૃતિ અને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવતી તકેદારીના પગલે કોરોનાનો એક પણ કેસ ગામમાં આવ્યો નથી. ગામમાં લોકો સ્વૈચ્છિક રીતે જ સમજીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે.

ગામના પ્રત્યેક ઘર તેમજ જાહેર જગ્યાઓને સેનેટાઇઝ કરવામાં આવે છે. ઉપરાંત ફેરિયાઓને પણ કોરોનાની તમામ ગાઇડલાઇનનું કડકાઈથી ગ્રામ પંચાયત દ્વારા પાલન કરાવવામાં આવે છે. ગામના લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તેનું પણ ગ્રામ પંચાયત દ્વારા ખાસ ધ્યાન રાખતા આરોગ્ય બાબતે પણ લોકોની ખાસ સંભાળ રાખવામાં આવે છે.

નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહકારથી લોકોના આરોગ્ય સંબંધી તમામ પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ સરળતાથી નિરાકરણ કરવામાં આવે છે. જેથી લોકોનું બહાર નીકળવાનું પ્રમાણ નહીંવત કરી શકાય. અત્યારે યુવાનોનું રસીકરણ ચાલી રહ્યું છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.