આ વખતે કોરોનાને કારણે કચ્છનાં પ્રવાસન પર પણ માઠી અસર પડી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. કારણ કે, ગત વર્ષની તુલનાએ આ વખતનાં રણોત્સવને માણવા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ રણોત્સવને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ મેળવી લેતાં દેશ – વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આ રણોત્સવને માણવા માટે ઉમટી પડે છે. આમ તો ગત વર્ષે સારો વરસાદ થતાં રણમાં પાણી ભરાવાને કારણે રણોત્સવ થોડો મોડો ચાલુ થવા પામ્યો હતો. વળી, કોરોનાને કારણે પણ આ વખતે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
જોકે, કોરોનાને ધ્યાને લઇને ઓનલાઇન રજિસ્ટ્રેનની કામગીરી ચાલુ હતી, પરંતુ ૧લી ડિસેમ્બરથી સ્થાનિકે પણ પ્રવાસીઓને પરમિટ આપવાની શરૂ કરવામાં આવી હતી. જેનાં પગલે અત્યાર સુધીમાં ૧,૦૧,૨૨૨ પ્રવાસીઓએ રણની મુલાકાત લીધી હતી.
આ સિવાય ૧૫,૨૭૮ ફોરવ્હિલર, ૭૪૮ ટુવ્હિલર અને ૪૪૮ બસ મળીને તંત્રને કુલ રૂા.૧,૦૩,૩૫,૯૫૦ની આવક થવા પામી છે. અંતમાં તેમણે ગત વર્ષે ૧લી નવેમ્બરથી રણોત્સવનો પ્રારંભ થયો હતો ત્યારથી લઇને અંત સુધીમાં ૨,૨૦,૮૭૦ પ્રવાસીઓએ મુલાકાત લેતાં ૧,૯૯,૮૮,૨૨૫ રૂપિયાની આવક થવા પામી હોવાનું તેમણે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.