કચ્છનો માંડવી બીચ બંધ,મીરા ગાર્ડન દ્વારકા અને શિવરાજપુર બીચ પણ બંધ

કોરોના વાયરસના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે અને સ્મશાનોમાં લાંબી લાંબી લાઈનો છે ત્યારે હવે દ્વારકા કચ્છમાં ફરવા લાયક સ્થળોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દ્વારકાનું જગપ્રસિદ્ધ જગતમંદિર દ્વારકાધીશ મંદિરને 30 એપ્રિલ સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી મંદિર બંધ રહેશે. આ સાથે જ નાગેશ્વર જ્યોર્તિલિંગ,ગોમતીઘાટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉનાળામાં મોટી સંખ્યામાં લોકો માંડવી બીચ આવતા હોય છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા કચ્છનો માંડવી બીચ બંધ કરવામાં આવ્યો છે.

આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1504 કેસ જ્યારે સુરત શહેરમાં 1087 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 361 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 277 કેસ, જ્યારે ગ્રામ્યમાં 139 કેસ નોંધાયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.