ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર ખાડે ગયું છે. સરકારી શાળાઓમાં તો શિક્ષણનું સ્તર શર્મનાક છે, ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિય ખરાબ છે અને એમાં આદિવાસી વિસ્તારની હાલત બદતર છે.
ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ૬,૩૯૧ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, માધ્યમિક શાળાઓમાં ૨,૩૭૧ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૪,૦૨૦ શિક્ષકોની ઘટ છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અંગ્રેજીના ૪૯૪ અને ગણિત-વિજ્ઞાનના ૮૮૪ શિક્ષકો ઓેછાં છે.
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજીના ૭૨૩, ગણિતનાં ૧૦૬ તેમજ બાયોલોજીના ૧૬૭, ફિઝિક્સના ૧૭૮ તથા કેમેસ્ટ્રીના ૧૭૯ મળીને વિજ્ઞાન વિષયોના કુલ ૫૨૪ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.