કોરોના વાઇરસની મહામારીના કારણે આવેલા આર્થિક સંકટ અને વધતી બેરોજગારીની વચ્ચે કુવૈત એવો નિયમ બહાર પાડવાનુ છે જે ત્યાં કામ કરતા ભારતીય લોકોને અસર કરશે.
ગલ્ફ ન્યૂઝ અનુસાર, કુવૈતની નેશનલ એસેમ્બલીની કાનૂની અને વિધાનસભા સમિતિ સ્થળાંતર ક્વોટા બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. જેનાથી 8 લાખ ભારતીય મજૂરોએ કુવૈતથી પરત ફરવુ પડશે. નેશનલ એસેમ્બલીની કાનૂન અને વિધાનસભા સમિતિએ નક્કી કર્યુ છે કે, સ્થળાંતર ક્વોટા બિલનો ડ્રાફ્ટ બંધારણીય છે.
આ બિલ અનુસાર, પ્રવાસી ભારતીયોની સંખ્યા કુવૈતની કુલ વસ્તીના 15 %થી વધારે હોવી જોઇએ નહીં. હવે આ બિલ સંબંધિત સમિતિ પાસે વિચાર માટે મોકલવામા આવ્યુ છે.
કુવૈતની કુલ વસ્તી 43 લાખ છે, જેમાથી 30 લાખ પ્રવાસી લોકો છે. કુલ પ્રવાસીઓમા 14.5 લાખ ભારતીય છે. જો કે 15 % ક્વોટાનો અર્થ ભારતીયોની સંખ્યા 6.5-7 લાખ સુધી સીમિત કરવામા આવી શકે છે.
કુવૈતના પ્રવાસી ભારતીયોથી ભારતને સારૂ એવુ રેમિટેન્સ મળે છે. 2018મા કુવૈતથી 4.8 અરબ ડોલર વિદેશી નાણુ મળ્યુ હતુ. જોકે કુવૈતમા આ નવુ બિલ પાસ થઇ જાય તો ભારત સરકારને આ વિદેશી નાણાના રૂપે મોટુ આર્થિક નુકશાન વેઠવુ પડશે.
આ નિયમ ફક્ત ભારતીયો પર જ નહી પરંતુ, બીજા પ્રવાસીઓ પર લાગુ કરવામા આવશે. ભારતીયો સિવાય કુવૈતમા અન્ય પ્રવાસી લોકો ઈજિપ્તના છે. કોરોના વાઈરસની મહામારીની સૌથી ખરાબ અસર કુવૈતની અર્થવ્યવસ્થા પર પડી છે. કેટલાક મહિનાઓ પહેલા જ કુવૈતમા પ્રવાસીઓને લઇને વિવાદ ઉભો થયો હતો.
કુવૈતના સાંસદ અને સરકારી અધિકારી વિદેશી નાગરીકોની સંખ્યા ઘટાડવાની માગણી કરી રહ્યા હતા. કુવૈતના વડાપ્રધાન શેખ સબહ અલ ખાલિદ સબહએ એક નિવેદનમા કહ્યુ હતુ કે, દેશમા પ્રવાસીઓની સંખ્યા 70 ટકાથી ઘટાડીને 30 ટકા કરવામાં આવે.
આમ તો કુવૈત પ્રવાસીઓ પર નિર્ભર દેશ રહ્યો છે. ભારતીયો કુવૈતના દરેક ક્ષેત્રમા કામ કરે છે અને ત્યાંની અર્થવ્યવસ્થામા પણ તેમનુ યોગદાન ઘણુ વધારે છે. કુવૈતમા આવેલુ ભારતીય દુતાવાસ આ પ્રસ્તાવિત બિલ પર ધ્યાન રાખી રહ્યુ છે, જોકે ભારતે આ બાબતે હજુ સુધી કોઇ નિવેદન જાહેર કર્યુ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.