KXIP vs RCB: કેએલ રાહુલના ધુંઆધાર 132 રન, પંજાબની 97 રનથી જીત

 

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી IPL મુલાબલામાં કિંગ્ઝ ઈલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 97 રનથી હરાવી દીધી છે. આ સાથે જ પંજાબે એક હાર બાદ સીઝનમાં પહેલી અને દમદાર જીત મેળવી છે.  કિંગ્સ ઇલેવનએ સુકાની કેએલ રાહુલની અણનમ 132 રનની મદદથી ત્રણ વિકેટે 206 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સની ટીમ 17 ઓવરમાં 109 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમના કપ્તાન કેએલ રાહુલની ધમાકેદાર 132 રનની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 3 વિકેટ પર 206 રન બનાવ્યા. કેએલ રાહુલે આ ધુંઆધાર પારીમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા અને બેંગલુરુની સામે 207 રનનો લક્ષ્ય મુક્યો જેના જવાબમાં બેંગલુરુની ટીમ કેએલ રાહુલના સ્કોરને પણ પાર કરી શકી નહી અને 109 રન પર સમેટાઈ ગઈ.

કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે 128 રન બનાવ્યા હતા. જ્યારે આરસીબીની આખી ટીમ કેએલ રાહુલના સ્કોરને પણ પાર કરી શકી નહીં. આરસીબીની આખી ટીમ થઈને 109 રન બનાવી શકી અને 17 ઓવરમાં જ આઉટ થઈ ગઈ.

રાહુલે 69 બોલમાં અણનમ 132 રન બનાવ્યા, જે તેની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર પણ છે. તેણે તેની ઇનિંગ્સમાં 14 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્કોર IPLમાં પણ ભારતીય ખેલાડીનો આ સર્વોચ્ચ સ્કોર છે. અગાઉનો આ રેકોર્ડ ઋષભ પંતના નામે હતો, જેણે અણનમ 128 રન બનાવ્યા હતા.

રાહુલને બે વાર મળેલું જીવનદાન બેંગલુરુને પડ્યું મોંઘું

17મી ઓવરમાં સ્ટેનના બોલ પર તેમણે ડીપ મિડવિકેટ પર સિક્સ લગાવ્યા બાદ તે પછીના બોલમાં કોહલી કેચ ચુકી ગયો અને રાહુલને 83 રનના સ્કોર પર જીવનદાન મળ્યું. જે બાદ કોહલીએ 90 રનના સ્કોર પર નવદીપ સૈનીના બોલ પર ફરીવાર કેચ છોડ્યો અને રાહુલને આ બીજીવાર મળેલું જીવનદાન બેંગલુરુને ખુબ મોંઘું પડ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.