‘ક્યારેક કૃદરત પર એવો ક્રૂર બનીને રૂઠતો હોય છે કે…’,રાજકોટમાં સર્જાઈ એવી કરૂણાંતિકા કે વાંચી રડશો

રાજકોટઃ ક્યારેક કુદરત પણ કેવો ક્રુર બનીને રૂઠતો હોય છે અથવા તો મોત ક્યાં પોકરીને લઈ જતું હોય છે. દેવભુમી દ્વારકાના પોસીયા ગામે રહેતા હિતેષ હીરાભાઈ જડીયા (ઉ.વ.૨૩) નામના જુવાનજોધ પુત્રની પિતા હીરાભાઈની નજર સામે જ રાજકોટમાં કાર અકસ્માતમાં મોત નીપજ્યાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.બનાવની પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હીરાભાઈને સંતાનમાં બે પુત્ર છે. નાના પુત્રને ડેંગ્યુની અસર થતા સારવારમાં રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.

સોમવારે હીરાભાઈ અને મોટો પુત્ર હિતેષ બંને બીમાર પુત્ર માટે ફ્રુટ લેવા પગપાળા નીકળ્યા હતા. ઈમ્પિરીયલ હાઈટસ બીલ્ડીંગ સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરઝડપે જી.જે.૩ એફ.ડી.૫૦૭૬ નંબરની કાર ધસી આવી હતી અને પિતાની નજર સામે જ હિતેષને ઠોકરે ચડાવ્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા હિતેષને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડયો હતો જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. હિતેષ પરિણીત અને સંતાનમાં એક બાળક હોવાનું જાણવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.