અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વર્ચ્યુલ સામાન્ય સભા મળી હતી. જેમા કમિટીમાં સભ્યની નિમણૂક જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં નામો જાહેર કરાયા હતા.
ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કરાયેલ કમિટીમાં તમામ વોર્ડમાથી સભ્યોની પસંદગી કરવામાં આવી છે. તેમજ પશ્ચિમ અને પૂર્વ વિસ્તારનું બેલેન્સ કરવાનો પ્રયાસ થયો છે. કિરીટ પરમારની અધ્યક્ષતામાં મળેલ ઓનલાઇન બેઠકમાં કોંગ્રેસે પણ વાંધો ઉઠાવતા કહ્યું હતુ કે સામાન્ય સભામાં કોરોના મહામારી અંગે પણ ચર્ચા કરવા જોઇએ પરંતુ સત્તા પક્ષ ભાજપે માત્ર કમિટી સભ્યોના કામ હાથમાં લઇ મંજૂરી માટે મુક્યા હતા.અમદાવાદ શહેરમાં પ્રથમ નાગરિક અને સામાન્ય સભા બેઠકમાં અધ્યક્ષ કિરીટ પરમારે ઓનલાઇન બેઠકમાં ભાંગરો વાટતા નજરે પડ્યા હતા. એએમસીની પડતર રહેલા વિવિધ કમિટીઓ જાહેરાતમાં સંકલન અભાવે દરખાસ્ત ખોટી બોલી રહ્યા હતા .
તેમજ જે કમિટીમાં નિમણૂક ખુદ મેયર કરતા હોય છે તેની સ્ટાફ સિલેક્શન કમિટી માટે દરખાસ્ત મુકવા રજૂઆત કરી હતી. જોકે એએમસી સેક્રેટરીને ખબર પડતા સમગ્ર મામલો સંભાળી લીધો હતો અને મેયરને કાનમાં કહ્યું હતુ કે આ કમિટીમાં મેયર અને હોદ્દેદારો સભ્ય હોય છે તેના સભ્યોની જાહેરાત કરવાની હોતી નથી. આમ મેયર કિરીટી પરમાર દ્વારા ભાંગરો વાટતા એક સમયે માટે તમામ ઉપસ્થિત રહેલ સભ્યો એક બીજી સામે જોતા રહી ગયા હતા.
વિવિધ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્ય
– AMTS ટ્રાન્સપોર્ટ કમિટી – વલ્લભભાઈ પટેલ (નરોડા વોર્ડ)
– વોટર સપ્લાય એન્ડ સુઅરેઝ કમિટી – જતીન પટેલ (ઘાટલોડિયા વોર્ડ)
– રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી – મહાદેવ દેસાઈ (સૈજપુર બોધા વોર્ડ)
– હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી – ભરતભાઈ કે પટેલ (ચાંદલોડિયા)
– હોસ્પિટલ કમિટી – પરેશ પટેલ (વસ્ત્રાલ)
– રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટી- રાજુ દવે (ઓઢવ)
– ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટી – દેવાંગ દાણી (બોડકદેવ)
– હાઉસિંગ ઈંપૃવમેન્ટ એન્ડ આવાસ યોજના કમિટી – અશ્વિન પેથાણી (બાપુનગર)
– રેવન્યુ કમિટી – જૈનિક વકીલ (પાલડી)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.