Ladakh New 5 District Latest News : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની જન્માષ્ટમીએ સૌથી મોટી જાહેરાત, કેન્દ્ર સરકાર લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવશે
Ladakh New 5 District : જન્માષ્ટમીના દિવસે લદ્દાખને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જાહેરાત કરી કે, કેન્દ્ર સરકાર લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવશે. આ નવા જિલ્લાઓ ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ છે. અમિત શાહે કહ્યું કે, આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
શું કહ્યું અમિત શાહે ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરીને કહ્યું કે, એક વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ વધારતા MHA એ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ નામના નવા જિલ્લા દરેક ખૂણે-ખૂણે શાસનને મજબૂત કરીને લોકો માટે બનાવેલા લાભોને તેમના ઘર સુધી પહોંચાડશે.
આ જાહેરાત લદ્દાખ માટે એક મહત્વપૂર્ણ ઘટના
અમિત શાહે કહ્યું કે, મોદી સરકાર લદ્દાખના લોકો માટે વિપુલ તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા જિલ્લાઓ પાયાના સ્તરે શાસનને મજબૂત કરીને લોકો માટેના લાભો તેમના ઘર સુધી પહોંચાડશે. આ જાહેરાત લદ્દાખ માટે એક મહત્વપૂર્ણ વિકાસ છે, કારણ કે નવા જિલ્લાઓ વહીવટનું વિકેન્દ્રીકરણ કરશે અને લોકો માટે સરકારી સેવાઓનો ઉપયોગ કરવાનું સરળ બનાવશે. દૂરના અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોને હવે આરોગ્યસંભાળ, શિક્ષણ અને રોજગારની તકો જેવી પ્રાથમિક સુવિધાઓની વધુ સારી પહોંચ મળશે.
આવો જાણીએ પહેલા કેટલા જિલ્લા હતા?
આ જાહેરાતની પહેલા લદ્દાખમાં માત્ર બે જ જિલ્લાઓ હતા લેહ અને કારગીલ. મોટી વસ્તી, ભૌગોલિક વિસ્તાર અને વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાંચ નવા જિલ્લાઓની રચનાને પ્રગતિશીલ પગલું માનવામાં આવી રહ્યું છે. આનાથી ન માત્ર વહીવટી કાર્યક્ષમતામાં સુધારો થશે પરંતુ સ્થાનિક લોકો માટે બહેતર શાસન અને વિકાસની તકો પણ સુનિશ્ચિત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.