ગજબ છે હો. — હજારો વર્ષો પહેલાં પણ લાડવા ખવાતાં હતાં. જોઈ લો અહીં રહ્યાં પુરાવા.

લાડવા એ એક પ્રકારની પ્રાચીન મીઠાઇ છે. હવે આકિઁયોલોજીકલ સવઁ ઓફ ઈન્ડિયાએ તેને વૈજ્ઞાનિક પદ્ધતિનાં આધારે સાબિત કયુઁ છે. રાજસ્થાનની પશ્ચિમે આવેલાં અનુપગઢ જિલ્લામાં આવેલી હરપ્પાની સાઈટમાંથી ઉત્ખનન દરમિયાન સાત મોટી સાઈઝનાં લાડુ વષઁ ૨૦૧૪ થી ૨૦૧૭ દરમિયાન મળી આવ્યાં હતાં.

તેનાં ઉપરથી સંશોધન કરીને એવું નકકી કરી શકયા કે આ લાડુ વિવિધ પ્રકારનાં ધાન્ય અને ધી તથા તેલીબિયાંથી બનાવેલાં અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હતું.

ઉત્ખનન દરમિયાન લાડુની સાથે સાથે આખલાનું પૂતળું તેમજ તાંબાની કુહાડી મળી છે તે સૂચવે છે કે તે સમયે પણ ધામિઁક રીતરિવાજમાં લાડવા ધરાવવાની પધ્ધતિ હશે.

આ લાડુ સાથે અન્ય વસ્તુઓ સરસ્વતી નદીનાં કિનારે મળી આવેલ છે તેનાં આધારે એવું કહી શકાય તેમ છે કે નદી કિનારે પિંડદાનની વિધિ સમયે લાડવા બનાવવામાં આવ્યા હશે.

ત્યારબાદ ભારતીય સજઁરી અને ચિકિત્સા જનક એવા સુશ્રુત દ્નારા લાડવાનો ઉલ્લેખ કરવામાજ આવ્યો છે. ચોથી સદી ઈ.સ. પૂવઁ પહેલાં સુશ્રુતે દદીઁઁનાં ઈલાજ માટે તલના લાડુંને “એન્ટિસેપ્ટિક “ના રુપમાજ વાપરેલ હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.