લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સંપૂર્ણપણે પડી ભાંગવાની તૈયારીમાં : ગડકરી

એમએસઅએમઇ સેક્ટર સામે અસ્તિત્વનો પ્રશ્ર

કેન્દ્ર, રાજ્યો, જાહેર ક્ષેત્રના એકમો તથા મોટી કંપનીઓ એમએસએમઇ સેક્ટરની કંપનીઓના બાકી નાણાં એક મહિનાની અંદર ચૂકવી દે

લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો(એમએસએમઇ) સેક્ટર સંપૂર્ણપણે પડી ભાંગવાની તૈયારીમાં છે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે મોટા અને પ્રમુખ ઉદ્યોગોને આવા નાના ઉદ્યોગોની બાકી રકમ એક મહિનાની અંદર ચૂકવી દેવાની અપીલ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીના સમયમાં એમએસએમઇની સેક્ટરની સ્થિતિ સૌથી ખરાબ છે કારણકે હવે તેમની સામે અસ્તિત્વની લડાઇનો પ્રશ્ન આવી ગયો છે.

પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો અને મોટી કંપનીઓમાં નાના ઉદ્યોગોના નાણાં ફસાયેલા છે. તેમણે દરેકને અપીલ કરી છે કે તે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની બાકી રકમ તાત્કાલિક ચૂકવી દે.

તેમણે આ તમામ પક્ષકારોને અપીલ કરી હતી કે કોઇ પણ સંજોગોમાં નાના ઉદ્યોગોની બાકી રકમ ચૂકવી દેવામાં આવે નહીં તો સ્થિતિ ખૂબ જ ગંભીર બની જશે.

ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે અમે પણ આ સેક્ટરને બચાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પ્રધાને જણાવ્યું હતું કે સરકાર એમએસએમઇ સેક્ટરની બાકી રકમ ચૂકવવા માટે એક લાખ કરોડ રૃપિયાના ફંડની રચના કરશે.

આજે પણ ગડકરીએ જણાવ્યું હતું કે અમે એક લાખ કરોડ રૃપિયાના ફંડની રચના કરવાનો નિર્ણય લીધો છે. હું પ્રમુખ ખાનગી કંપનીઓને પણ અપીલ કરું છું કે તેઓ તાત્કાલિક નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની બાકી રકમ તાત્કાલિક ચૂકવી આપે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.