લગ્ન કરવા કોર્ટમાં કરી અરજી,ઓળખાણ છુપાવી કરી અરજી

ભારતમાં લગ્ન પહેલા ઘર પરિવાર જોવા જાય છે અને અન્ય લોકો પાસે માહીતી પણ એકઠી કરાવે છે કે આ પરિવાર કેવો છે. જ્યારે વિદેશોમાં માત્ર છોકરો અને છોકરી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ જોઇને લગ્ન કરી લેતા હોય છે. હાલમાં જ ન્યૂ યોર્ક કોર્ટમાં એક શખ્સે પોતાના જ બાળક સાથે લગ્ન કરવાની પરવાનગી માંગી છે.

અપીલમાં શખ્સે લખ્યુ છે કે તેને તેના બાળક સાથે જ પ્રેમ થઇ ગયો છે. તે પોતાની જ સંતાનને પ્રપોઝ કરવા માગે છે પરંતુ તેને ડર છે કે સમાજ તેનો વિરોધ કરશે.

સાથે જ બંનેનુ જેન્ડર પણ ડિસક્લોઝ નથી કર્યુ. આ અપીલ મેનહેટ્ટનના ફેડરલ કોર્ટમાં દાખલ થઇ છે. આ દેશમાં આ પ્રકારના સંબંધો બેન છે. આ પ્રકારના સંબંધોના ખુલાસા પર સમાજમાં ઘણી બદનામી પણ થાય છે.

ન્યૂયોર્કના કાયદા પ્રમાણે જો કોઇ પોતાના પરિવારના સદસ્ય સાથે જ લગ્ન કરે છે અથવા તેની સાથે સંબંધ રાખે છે તો તેને ચાર વર્ષની સજા થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.