શુભ લગ્ન પ્રસંગે હોટલોમાં રીસેપ્શન પાર્ટી કરતા રોયલ પરિવાર સાવધાન. લગ્નોમાં ચોરી કરનાર ટોળકી સક્રિય થઈ ગઈ છે. ગોધરામાં આવેલ હોટલ લક્ઝુરામાં લગ્ન પસંગ સમયે બે ગઠિયા 4.27 લાખના સોનાચાંદીના દાગીના ભરેલ થેલી ચોરી પલકવારમાં ફરાર થઇ ગયા હતાં.
એક તરફ લગ્ન પ્રસંગની મોસમ ખીલી છે તો બીજી તરફ લગ્ન પ્રસંગોમાં ચોરી કરનાર ચોર ટોળકી પણ સક્રિય થઈ છે. ગોધરામાં આવેલ હોટલ લક્ઝુરામાં લગ્ન પ્રસંગ દરમિયાન બે ગાંઠિયા 4 લાખ 27 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ભરેલ થેલો સિફત પૂર્વક ઉઠાવી ફરાર થયા હતા. આ ચોરીની સમગ્ર ઘટના હોટલમાં મુકવાના આવેલ CCTV કેમેરામાં કેદ થઈ ગઇ હતી.
ગોધરાના જાફરાબાદ જ્યોતિ સોસાયટીના રહીશ આકાશ રાવલાણી નામના વેપારીને ત્યાં નાના ભાઈ લગ્ન પ્રસંગ હોય હોટલ લક્ઝુરા ખાતે રિસેપ્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરમિયાન સૂટ બુટમાં સજ્જ બે ભેજાબાજ લગ્ન પ્રસંગ કાર્યક્રમમાં ઘુસી ગયા હતા. ત્યારબાદ તકનો લાભ લઇ ફરિયાદીની નજર ચૂકવી પલકવારમાં બંને ભેજાબાજ યુવાનો સોના ચાંદીના દાગીના ભરેલી થેલી લઇ ફરાર થઈ ગયા હતા. આ ચોરીની સમગ્ર ઘટના હોટલમાં મુકવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે એ ડીવીજન પોલીસે બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.