લગ્ન સમારોહ માટે મહત્તમ 100 લોકો અને અંતિમ સંસ્કારમાં 50 લોકો ભેગા થઈ શકશે

સુપ્રીમ કોર્ટની ફટકાર અને રાજ્યમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. લગ્ન સમારોહ, સત્કાર સમારોહ અને અંતિમ સંસ્કારમાં લોકોને એકઠાં થવા બાબત નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારે આવા આયોજનોમાં એકઠાં થતા લોકોની મર્યાદામાં ઘટાડો કર્યો છે.

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારે લગ્ન- સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા અને વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનો આદેશ કર્યો છે.

જ્યારે મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ-ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા જ રાખવાની રહેશે. આ સાથે જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે આ નિર્ણયનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી શરૂ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, લગ્ન સમારોહમાં સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી હતી. જોકે સ્થિતી ફરી વિકટ થતા સુપ્રીમે સરકારની ઝાટકણી કાઢી. જેથી સરકારે ફરી એકવાર તમામ છુટછાટ પરત ખેંચી હતી. સરકાર દ્વારા હવે 100 જ વ્યક્તિની છુટછાટ આપી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.