લગ્ન સ્થળે મહેમાનોના કોરોના ટેસ્ટ કરવા મ્યુનિ. ધન્વંતરી રથ મોકલશે

લગ્નમાં અંગત અને ઓછા લોકોને આમંત્રણ આપવા મ્યુનિ.ની અપીલ ઃ લગ્ન સ્થળે કોઈ પણ લક્ષણ ધરાવનારાનું ચેકીંગ કરાશે

આવતીકાલની દેવ દિવાળી બાદ લગ્ન સિઝન શરૃ થઈ રહી છેતેમાં સંક્રમણ વધવાની ભીતિ હોવાથી મ્યુનિ. તંત્રએ હવે લગ્ન સ્થળે  ઘન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી છે. મ્યુનિ. તંત્રએ લગ્ન પ્રસંગ જેમને ત્યા ંયોજાઈ છે ત્યાં કોઈ પણ લક્ષણ વિના આવતાં લોકોના ટેસ્ટ કરાવી શકાય તે માટે ધન્વંતરી રથની સુવિધા આપવા માટેની તૈયારી બતાવી છે.

ગત સપ્તાહમાં સુરતના વરાછા વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં ૨૭૦થી વધુ લોકો ભેગા થયા હતા. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરવા બદલ પાંચ હજાર રૃપિયાનો દંડ વસુલ કરાયો હતો. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ મ્યુનિ. વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં કોવિડના નિયમોનો ભંગ બદલ તંત્રએ દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. સુરતમાં લગ્ન પ્રસંગ થઈ રહ્યાં છે ત્યારે લગ્નમાં ભેગા થયેલા લોકોમાં સંક્રમણ નહીં ફેલાય તે માટે મ્યુનિ. તંત્રએ અનોખો પ્રયાસ કર્યો છે.

 

માસ્ક પહેરતા ન હોય તેવા લોકો પાસેથી મ્યુનિ. તંત્ર હવે એક હજાર રૃપિયાના દંડની વસુલાત શરૃ કરી છે. આ ઉપરાંત હાલ શરૃ થયેલી લગ્ન સિઝનમાં લગ્નનું આયોજન થઈ રહ્યું છે તેમાં ભેગા થતાં લોકોનું ટેસ્ટીંગ કરાવવું હોય તો મ્યુનિ. તંત્રએ સ્થળ ઉપર ધન્વંતરી રથ મોકલવા માટેની તૈયારી બતાવી છે. મ્યુનિ. તંત્રએ લગ્નના આયોજન કરનારાઓને અપીલ કરી છે કેતમારે ત્યાં પ્રસંગમાંથી કોઈ સંક્રમણનો શિકાર ન બને તે માટે જે લોકો લગ્નમાં આવતાં હોય તેમાંથી કોઈને શરદી-ખાંસી કે અન્ય કોઈ લક્ષણ જણાય અથવા કોઈ પોતોનો કોરોના ટેસ્ટ કરાવવા ઈચ્છતું હોય તેવા લોકોને ત્યાં લગ્ન સ્થળે મ્યુનિ. તંત્ર ધન્વંતરી રથની સુવિધા આપશે. મ્યુનિ. તંત્રએ અપીલ તો કરી છે પરંતુ કેટલા લોકો આ સુવિધાનો લાભ લે છે તે આગામી દિવસોમાં ખબર પડશે. 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.