કોરોના સંક્રમણને તોડવા માટે સરકારે દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું. જે બાદ દેશને અનલોક કરવા માટે સરકારે જુદાં-જુદાં ક્ષેત્રમાં જરૂરિયાત મુજબની છૂટછાટ આપી હતી જેમાં લગ્નપ્રસંગ કે કોઈ સામાજીક પ્રસંગ માટે મહત્તમ 50 લાકોને ભેગાં કરવાની છૂટ આપી હતી અને તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે અનેક તકેદારી રાખવી પણ ફરજીયાત હતી.
હવે સરકારે આ નિયમમાં પણ ફેરફાર કર્યો છે. પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ યોજી શકાશે. તમામ તકેદારી પણ રાખવી પડશે. લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત પણ કરી શકાશે. આ દરમિયાન તમામ તકેદારી પણ રાખવી પડશે.
આ માટે સરકારે નિયમ કર્યો છે કે જેટલા મહેમાનો બોલાવો તેમનાથી બમણી ક્ષમતા વાળું સમારોહ સ્થળ, હોલ કે ગાર્ડન હોવું જરૂરી છે. લગ્ન યોજાવાના છે તે લગ્નસ્થળના 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.