કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્યમાં, અનેક સ્થળો પર સ્થાનિક લોકો દ્વારા, લાગુ કરી દેવામાં આવ્યું છે સ્વયંભૂ લોકડાઉન

રાજ્યમાં અગાઉ દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધ્યુ હતું અને તે સમયે માત્ર 1500થી 1700 જેટલા પોઝિટિવ કેસો સામે આવતા હતા પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાની બીજી વેવમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલ રાજ્યમાં 5 હજાર કરતાં પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી વેવ લોકો માટે ઘાતક સાબિત થઇ રહી છે.

રાજ્યમાં અનેક પર્યટન સ્થળો, મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે. ત્યારે હવે કચ્છના માંડવી શહેરમાં આવેલું માંડવી બીચ પણ લોકો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓ માટે માંડવીનો બીચ બંધ કરી દેવામાં આવ્યુ છે.

તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ માંડવીમાં રાત્રી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે રાત્રે 8:30 વાગ્યા પછી દુકાનો બંધ કરી દેવાનું વેપારીઓને કહેવામાં આવ્યું છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યુ છે. ચૂંટણીમાં નેતાઓએ મોટી-મોટી રેલીઓએ સભાઓ કરીને હજારો લોકોને એકઠા કર્યા હતા અને સભાઓ અને રેલીઓમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થયો હતો. હવે આ જ કારણે ચૂંટણીના પરિણામો બાદ સંક્રમણ ખૂબ જ વધ્યું છે. રાજ્યની ઘણી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે બેડ નથી. વેન્ટિલેટરની કમી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.