લાહોર સેન્ટ્રલ જેલમાં હસતા હસતા, ફાંસીએ ચડ્યા હતા 3 જવાન

24 તારીખમાં અંગ્રેજોએ ફેરફાર કરીને નિર્ધારીત તારીખ અને સમય પહેલા જ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી દેવામાં આવી હતી. ભારત માટે હસતા હસતા ત્રણેય જવાનિયાઓ ફાંસીએ ચડી ગયા હતા અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા.

ત્રણેની ફાંસીને લઇને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો હતો અને જેનાથી અંગ્રેજ સરકાર ડરી ગઇ હતી. તેમને લાગ્યુ કે માહોલ બગડી શકે છે.

અંગ્રેજ સરકારે ભગત સિંહને કેટલાક આરોપો હેઠળ ધરપકડ કરી હતી અને ફાંસીની સજાનું ફરમાન આપ્યુ હતુ. સજાવાળા દિવસે ભગત સિંહની આંખોમાં સહેજ પણ ડર નહોતો. પહેલાની જેમ જ કેદીઓ સાથે વાત કરી રહ્યા હતા અને ફરી રહ્યા હતા.

જેલના નાયીએ જેલમાં ધીમી અવાજે કહ્યું કે આજ રાત્રે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાવાની છે.

શહીદ-એ-આઝમ ભગત સિંહને બીજા દિવસે સવારે 4 વાગ્યાની જગ્યાએ તે જ જગ્યાએ 7 વાગે ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા હતા.

સુખદેવે સૌથી પહેલા ફાંસી પર ચડવા માટે હા પાડી દીધી હતી. જલ્લાદે એક એક કરીને દોરડુ ખેંચ્યુ અને ફાંસીએ ચડાવી દીધા હતા. ઘણા સમય સુધી તેમના શરીર લટકતા રહ્યાં અને ત્યાં રહેલા ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ ત્રણેય યુવાનોએ સાબિત કર્યુ હતુ કે માતૃભૂમિથી વધારે કંઇ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.