સિવિલમાં બુધવારે ઈન્જેક્શન લેવા માટે પરિજનો, લાઇનમાં ઊભા રહ્યા 6 થી 8 કલાક સુધી

સુરતના કલેક્ટર ધવન પટેલના આદેશ પછી પણ ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીના પરિજનોને રેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે સુરત સિવિલ મોકલી રહ્યા છે. જેના પર કલેક્ટર ધવલ પટેલે કહ્યું કે, કશો વાંધો નહીં. જ્યારે તેમણે જ આદેશ બહાર પાડી કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલ રેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે પરિજનોને મોકલે નહીં.

લાઇનોમાં ઊભેલા લોકોને કલાકો સુધી ઊભા રહ્યા પછી પણ ઈન્જેક્શન મળ્યા નહીં. 5000-5000ના બે ઈન્જેક્શન મેડિકલ સ્ટોરમાંથી ખરીદવા માટે લોકો મજબૂર છે.

સવારનો 5 વાગ્યાનો લાઇનમાં ઊભો છું અને હવે 12 વાગી રહ્યા છે. ઈન્જેક્શનનું બ્લેક માર્કેટિંદ થઇ રહ્યું છે. 5000-5000માં બે ઈન્જેક્શન મેડિકલથી ખરીદ્યા છે.

હોસ્પિટલો દર્દીના પરિજનોનો ઈન્જેક્શન લેવા માટે મોકલી રહ્યા છે. તેઓ જ સગવડ કરી દે તો અમારે અહીં કલાકો સુધી લાઇનોમાં ન લાગવું પડે. અહીં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થતું નથી. મને પણ અહીં આવતા પહેલા સંક્રમિત થવાની ચિંતા રહે છે.

રવિન્દ્ર મહાજને જણાવ્યું કે તેમની માતા ઉધના યાર્ડની ઓણકજ હોસ્પિટલમાં દાખલ છે. 6 ઈન્જેક્શન લેવા માટે કહેવામાં આવ્યું છે. માટે હું અને મારો ભાઈ સવારના 6 વાગ્યાથી લાઇનમાં ઊભા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.