લાજપોર જેલમાં કેદીઓ માટે બે દિવસીય પ્રિઝન રમતોત્સવ યોજાઈ.

સુરત જિલ્લાની લાજપોર જેલમાં કેદીઓ માટે બે દિવસીય રમતોત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. 500 થી વધુ કેદીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા જેલમાં બંદિવાનો માટે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટે કરાયેલા સૂચનો ધ્યાનમાં રાખી લાજપોર મધ્યસ્થ જેલ સુરતના સ્ત્રી-પુરૂષ બંદીવાનોમાં રમત-ગમત ક્ષેત્રમાં જાગૃતિ આવે અને કેદીઓમાં ભાઈચારાની ભાવના કેળવાય સાથે સાથે તેઓનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢ બને તે હેતુથી જેલ ખાતે પ્રિઝન ઓલિમ્પિક-2021નું નાયબ પોલીસ મહાનિરીક્ષક મનોજ નિનામા તથા ડેપ્યુટી નિરીક્ષક નરવડેના વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ રમતોમાં જેલના કેદીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે.

જેમાં દોરડા ખેંચ, 100- 200- 400 મીટર દોડ, વોલીબોલ, કેરમ, લાંબી કુદ, ચેસ, કોથળા દોડ જેવી રિક્રિએશનલ એક્ટિવિટી વગેરે રમતોમાં કેદીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. શનિ અને રવિ બે દિવસ ચાલનારી આ ઓલિમ્પિકમાં જેલના 500થી વધુ કેદીઓએ વિવિધ રમતમાં ભાગ લીધો છે. જેની ફાઇનલ મેચો આગામી બે કે ત્રણ દિવસમાં યોજાશે. એવું જેલમાં મહાનિર્દેશક મનોજ નિનામાએ જણાવ્યું હતું. જેલમાં આ પ્રકારના આયોજનથી કેદીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આયોજન બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.