લખનૌની ચાર લક્ઝરિયસ હોટલમાં મેડિકલ સ્ટાફને ક્વોરેન્ટાઈન કરશે યોગી સરકાર

દેશના સૌથી મોટા રાજ્ય યુપીની રાજધાની લખનૌમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો અને નર્સોનુ ક્વોરેન્ટાઈન કરવા માટે સરકારે ચાર લક્ઝરિયસ હોટલોને પોતાના કબ્જામાં લઈ લીધી છે.

જિલ્લા કલેક્ટર અભિષેક પ્રકાશના કહેવા પ્રમાણે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા સ્ટાફને પણ ક્વોરેન્ટાઈન કરવાની જરુર પડી રહી છે. તેમના માટે રહેવાની સુવિધા ઉભી કરવા માટે ચાર હોટલોનુ તત્રે અધિગ્રહણ કર્યુ છે.

લખનૌના ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટને બે-બે હોટલો ફાળવવામાં આવશે. લોહિયા હોસ્પિટલના સ્ટાફને હોટલ હયાત અને હોટલ ફેરડીલમાં ક્વોરેન્ટાઈન કરાશે જ્યારે સંજય ગાંધી હોસ્પિટલના સ્ટાફને હોટલ પિકાડેલી અને હોટલ લેમન ટ્રીમાં ક્વોરનેટાઈન કરવામાં આવશે.

કલેક્ટરે કહ્યુ હતુ કે, સ્ટાફને આ હોટલમાં તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ મામલામાં આદેશ બહાર પાડી દેવાયો છે.જો કોઈ હોટલ આનાકાની કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.