લાખણીમાં 13 માસની બાળકી સાથે દુષ્કર્મ,આરોપી હીરાભાઈ દેસાઈની અટકાયત

બનાસકાંઠાના લાખણી તાલુકાના એક ગામમાં 13 માસની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. 55 વર્ષના હીરાભાઈ દેસાઈ નામના શખ્સ સામે આગથળા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે

આ સનસનીખેજ ઘટના બન્યા બાદ આગથળા પોલીસ મથકમાં પોક્સો એક્ટ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ આપતા પોલીસે બાળકીને હવસનો શિકાર બનાવનાર આરોપી હીરા દેસાઈની અટકાયત કરવાં આવી હતી તેમજ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.