– હિંદુઓએ આના વિરોધમાં લડાઈ લડવી આવશ્યક !
– સર્વોચ્ચ ન્યાયાલયના કાનૂની નિષ્ણાંત હરિશંકર જૈન નું મંતવ્ય
વર્ષ ૨૦૧૩માં તાત્કાલીન કાંગ્રેસ સરકારે વક્ફ બોર્ડના કાયદામાં સુધાર કરીને મુસલમાનોને અમર્યાદ અધિકાર આપ્યા. આ સુધારિત કાયદાને કારણે કોઈપણ ટ્રસ્ટ અથવા મંદિરની સંપત્તિ નહીં, જ્યારે કોઈપણ સંપત્તિ વક્ફ બોર્ડની સંપત્તિ તરીકે ઘોષિત કરવાનો પાશવી અધિકાર બોર્ડને મળ્યો. તેથી આજે ભારત સરકારના સંરક્ષણ દળ અને રેલ્વે વિભાગ પછી સર્વાધિક (૬ લાખ એકર) ભૂમિનો માલિક વક્ફ બોર્ડ છે. ખરું જોતાં વક્ફ પાસે આટલી ભૂમિ ક્યારે પણ નહોતીત પણ હિંદુઓનું કાયદા વિશે રહેલું અજ્ઞાાન તેમજ ઉદાસીનતાને કારણે વક્ફ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાંથી લાખો એકર ભૂમિ લૂંટવાની અક્ષરશઃ નિર્લજ્જતા ચાલુ છે. બોર્ડનો ચાલુ રહેલો ‘લેંડ-જેહાદદ એ ‘લવ-જેહાદ કરતાં પણ ભયંકર છે. તેના વિરોધમાં હિંદુઓએ સંગઠિત થઈને કાયદેસર લડાઈ લડવી જોઈએ, એવું આવાહન સર્વોચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી તેમજ ‘હિંદુ ફ્રંટ ફાર જસ્ટિસદના અધ્યક્ષ હરિ શંકર જૈને કર્યું.
તેઓ હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘આનલાઈનદ નવમ ‘અખિલ ભારતીય હિંદુ રાષ્ટ્ર અધિવેશનદમાં બોલી રહ્યા હતા. સદર અધિવેશન સમિતિના ‘યુ-ટયૂબદ ચનલ અને ‘ફેસબુક પેજ દ્વારા ૪૨૬૩૮ લોકોએ પ્રત્યક્ષ નિહાળ્યું, જ્યારે ૧,૬૦,૯૮૬ લોકો સુધી આ વિષય પહોંચ્યો.
આ સમયે હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય માર્ગદર્શક સદ્ગુરુ (ડા.) ચારુદત્ત પિંગળેએ કહ્યું, ‘આપણું પ્રાચીન ભારતીય શિક્ષણ, ન્યાયવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, વૈદ્યકશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર ઇત્યાદિ પ્રગત અને વિશ્વમાં સર્વોત્કૃષ્ટ છે. લાર્ડ મેકાલે પછી કમ્યુનિસ્ટ વિચારોથી ગ્રસ્ત પંડિત નહેરુએ શૈક્ષણિક વલણ નક્કી કરવાના અધિકાર કમ્યુનિસ્ટોને સોંપ્યાત પરિણામે ગત એક હજાર વર્ષમાં મોગલ અને અંગ્રેજોએ જેટલી ભારતની હાનિ કરી નહીં હોય, તેટલી હાનિ ડાબી વિચારસરણી ધરાવનારા લોકોએ ૭૦ વર્ષમાં કરી. હવે ડાબી વિચારસરણી ધરાવતી ટોળીઓ ભારતના ટુકડા કરવા માટે તૈયાર થઈ છે. આના વિરોધમાં હિંદુઓએ સત્ય ઇતિહાસ અને સંસ્કૃતિ જાણી લઈને લડવા માટે સજ્જ થવું જોઈએ.દ
રાયપૂર, છત્તીસગઢ ખાતેના નવમ્ પીઠાધીશ પૂ. શદાણી દરબાર તીર્થના પૂ. યુધિષ્ઠિરલાલજી મહારાજે કહ્યું કે, આજે વિશ્વભરના હિંદુઓએ તેમના અંતર્મનમાંનો હિંદુ રાષ્ટ્ર સ્થાપનાનો વિચાર વ્યક્ત કરવો જોઈએ. જેથી સર્વત્રના હિંદુઓ જાગૃત થશે અને રાષ્ટ્રની સ્થાપના માટે અવાજ ઊઠાવશે. આપણે જેટલા વહેલા સંગઠિત થઈશું, તેટલો વહેલો હિંદુ રાષ્ટ્ર સ્થાપનાનો સંકલ્પ પૂર્ણ થશે.
આ સમયે ‘આરોગ્ય સહાય સમિતિદનાં સમન્વયક અશ્વિની કુલકર્ણીએ કહ્યું કે ‘અન્નધાન, દૂધ, પેટ્રોલ-ડિઝલમાંની ભેળસેળત વજન-માપમાં ફસામણીત શાસકીય કાર્યાલયમાંનો ભ્રષ્ટાચારત ગ્રાહક અને રુગ્ણની લૂંટમાર ઇત્યાદિ માટે કારણીભૂત સામાજિક દુષ્પ્રવૃત્તિઓના વિરોધમાં લડાઈ લડવી જોઈએ. આ સમયે તેમણે ‘સુરાજ્ય અભિયાનદ અંતર્ગત તેના વિરોધમાં અવાજ ઊઠાવવો, ફરિયાદ નોંધાવવી, ન્યાયાલયમાં જનહિત યાચિકા પ્રવિષ્ટ કરવી ઇત્યાદિ માધ્યમો દ્વારા ‘આરોગ્ય સહાય સમિતિદ કાર્યરત છે અને તેમાં રાષ્ટ્રપ્રેમી જનતાએ પણ સહભાગી થવુંદ, એવું આવાહન પણ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.