લાલૂ યાદવના વેવાઈ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી દારોગા રાયના પુત્ર ચંદ્રિકા રાય જેડીયુમાં સામેલ થયાં છે. આ સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી રામલખન સિંહ યાદવના પૌત્ર જયવર્ધન યાદવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એમએફ ફાતમીના પુત્ર ફરાઝ ફાતમી પણ જેડીયુમાં સામેલ થયાં. વિધાનસભાની ચૂંટણી પહેલા નીતિશ કુમારે આરજેડીના મુસ્લિમ-યાદવ સમીકરણમાં સેંધ લગાવી છે.
ચંદ્રિકા રાય છ વાર સારણ જિલ્લાના પરસા વિધાનસભા સીટ પરથી આરજેડી ધારાસભ્ય રહી ચુક્યા છે. જુની મિત્રતાના કારણે લાલૂ યાદવે પોતાના પુત્ર તેજપ્રતાપના લગ્ન ચંદ્રિકા રાયની પુત્રી એશ્વર્યા સાથે કર્યાં. લગ્નના કેટલાંક મહીના બાદ અણબનાવને કારણે મામલો કોર્ટમાં ગયો છે.
ગત લોકસભાની ચૂંટણીમાં સાસણની સીટ પર લાલૂના પુત્ર તેજપ્રતાપ યાદવે લાલૂ-રાબડી મેર્ચા હેઠળ તેમની સામે ઉમેદવાર ઉતાર્યો હતો અને તેજપ્રતાપે લોકોને ચંદ્રિકા રાયને વોટ નહી આપવાની અપીલ કરી હતી. તેજપ્રતાપની આ પગલાંને લઈને કોઈ કાર્યવાહી થઈ નહી અને ત્યારેથી ચંદ્રિકા રાય નારાજ હતા.
ચંદ્રિકા રાય તે પણ દાવો કરી ચુક્યા છે કે બિહારમાં નીતીશ કુમારની જ સરકાર બનશે. તેઓ નીતિશ કુમારના કામના ઘણીવાર વખાણ પણ કરી ચુક્યા છે. તેમના પ્રમાણે સીએમ નીતિશ કુમારના કામના કારણે બિહાર આગળ વધ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.