લાલુપ્રસાદની પુત્રવધૂ ઐશ્વર્યા રાયે પોતાની સાસુ પર મૂકયા ગંભીર આરોપ

RJD સુપ્રીમો લાલુ પ્રસાદના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવના પત્ની ઐશ્વર્યા રાયે પોતાના પતિ, પોતાની સાસુ-બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને નણંદ મીસા ભારતી પર એફઆઇઆર નોંધાવી છે. પટનાના 10 સર્કુલર રોડ સ્થિત રાબડીદેવીના ઘરની બહાર રવિવારે મોડી સાંજે ઐશ્વર્યાએ આરોપ મૂકયો કે રાબડી દેવીએ પોતાની મહિલા સુરક્ષાકર્મીઓની સાથે મળી તેના વાળ ખેંચ્યા અને મારપીટ કરી ઘરમાંથી બહાર નીકાળી દીધા.

મહિલા પોલીસ સ્ટેશનના એસએચઓ આરતી કુમારી જયસવાલે કહ્યું કે પોલીસે ત્રણેય લોકોની વિરૂદ્ધ ઐશ્વર્યાની એફઆઇઆર મળી ગઇ છે અને હવે અમે આગળની કાર્યવાહી કરીશું. ઐશ્વર્યાએ આરોપ મૂકયો કે તેજ (ઐશ્વર્યાના પતિ જેના છૂટાછેડાનો કેસ કોર્ટમાં વિચારધીન છે)ના તેના માતા-પિતાને લઇ આપત્તિજનક પોસ્ટર (પટનાની બીએન કોલેજમાં લગાવ્યા પોસ્ટર) લગાવ્યા અંગે જ્યારે મેં મારી સાસુને પૂછયું તો પોતાના મહિલા સુરક્ષાકર્મીની સાથે મળી મારા વાળ ખેંચીને મારી સાથે મારપીટ કરી અને મારો મોબાઇલ ફોન છીનવી લીધો. મોબાઇલમાં આ ઘટનાને લઇ પુરાવા હતા. મારો બધો સામાન લઇ સુરક્ષાકર્મીઓની મદદથી મને ઢસેડીને ઘરમાંથી બહાર કાઢી મૂકી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.