ગાંધીનગર ખાતે સી.આર.પી એફ યુનિટમાં ફરજ બજાવતાં મહિલા આસીસ્ટન્ટ કમાન્ડન્ટનું શહેરના ગોરવા સમતા વિસ્તારની રાજરત્ન સોસાયટીમાં આવેલું મકાન પચાવી પાડનાર પરીવાર સામે લક્ષ્મીપુરા પોલીસે લેન્ડ મેબીંગનો ગુનો નોંધ્યો છે તેમજ ઘરપકડના ચકો ગતિમાન કર્યા છે.
ગાંધીનગર ખાતેના સી.આર.પી.એફ.માં આસીસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મિનાક્ષીબેન મથુરાપ્રસાદ સીંગએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમણે અને તેમના પતિએ બેંકમાંથી લોન લઈને ગોરવા સમતા વિસ્તારમાં રાજરત્ન સોસાયટીમાં એક મકાન ખરીદ્યું હતું અને સમયાંતરે દંપતીએ સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો. મિનાક્ષી બેને અંકલેશ્વરની સંયુકત માલીકીની પ્રોપર્ટીમાંથી હક્ક જતો કર્યો હતો અને આ પ્રમાણે વડોદરાની રાજરત્ન સોસાયટીના મકાનના માલીકીમાંથી પતિએ હક્ક જતો કર્યો હતો. આ પ્રમાણ મિનાક્ષીબેન એક માત્ર માલીક હતા અને તેમના કાકા સસરાએ ઓળખીતા આશાબેન કિશોર સીંગ અને સંજયીંગ કિશોર સીંગને રાજરત્ન વાળું મકાન સબંધમાં રહેવા માટે આપ્યું હતું.
આ યુગલે મકાન પચાવી પાડવાના ઈરાદે કાકા સસરા અને પતિ સામે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જયારે કે, મકાન માલીક મિનાક્ષીબેન છે તેવું જાણવા છતાં તેમને પક્ષકાર તરીકે જોડયા ન હતા. આ કાવતરાના કારણે મહિલા સુરક્ષા અધિકારીએ જિલ્લા કલેકટ૨ કચેરીમાં લેન્ડ ગેબીંગની ફરીયાદ નોંધાવી હતી અને કલેકટરના હુકમથી લક્ષ્મીપુરા પોલીસે આશાબેન કિશોર સીંગ અને સંજયીંગ કિશોર સીંગ સામે લેન્ડ ગેબીંગનો ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.