લંડનના રસ્તાઓ પર અમદાવાદની નેહા ઠાકર, સુરંજીતા ભગવતી સહિત ભારતીય મુળના લોકો અને અલગ અલગ સમાજના લોકો સુશાંતને ન્યાય આપવાના અભિયાનમાં જોડાયા હતા.
પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કારણ જાણવા માટે માત્ર ભારતીયો જ ન્યાયની ગુહાર લગાવી રહ્યા હોય એવું નથી તો સુશાંત એ આત્મહત્યા કરી હતી કે ષડયંત્રના ભાગરૂપે તેની હત્યા કરાઇ હતી. આ જાણવા માટે માત્ર ભારત ના લોકો જ નહીં પરંતુ વિશ્વભરમાં રહેતા લોકો સુશાંત પ્રત્યે ભાવના રાખે છે આ જ ભાવના લન્ડન માં રહેતા ભારતીય મુળના લોકોમાં જોવા મળી હતી.
લંડનના હાઇપ્રોફાઇલ વિસ્તારોમાં રવિવારે ડિજિટલ અભિયાન યોજવામાં આવ્યું. આ અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નેહા ઠાકર અને સુરંજિતા ભગવતી મૂળ અમદાવાદથી છે. ‘જસ્ટિસ ફોર સુશાંત’ તરીકે ઓળખાતા આ વિશ્વવ્યાપી અભિયાનમાં યુનાઇટેડ કિંગડમ (યુકે) પણ હાથ મિલાવ્યું છે.
‘જસ્ટિસ ફોર સુશાંત’ અભિયાનમાં માત્ર ભારતીય જ નહીં પરંતુ લંડનના વિવિધ એશિયન સમુદાયના રહેવાસીઓ સાઉથહોલ, હિલિંગડન અને યુક્સબ્રીજ, વેમ્બલી, મેડમ તુસાદ, બેકર સ્ટ્રીટ,બકિંઘમ પેલેસ,ટ્રફાલ્ગર સ્ક્વેર, લંડન આઈ, બિગ બેન અને વેસ્ટમિંસ્ટર સ્ક્વેર જેવા પ્રખ્યાત સ્થળોએ એકઠા થયા હતા અને એક વિશાળ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.