સુરત એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવી એ પાયલોટ માટે માથાના દુ:ખાવા સમાન કામ જાણો કેમ આકાશમાં વિમાન લઈને કેમ ચક્કર મારવા પડે છે??

સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે ૩૫૭ કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ એપ્રન અને ટેકસી-વે ના કામ ૨૦૨૧ના અંતમાં અથવા ૨૦૨૨ ના પ્રથમ કવાર્ટરમાં પુરા થવા જોઇતા હતા તેને બદલે આ કામો પૈકી એપ્રન અને ટેકસી-વેનું ૧૫૦ કરોડથી વધુનું સંયુકત કામ ૨૦૨૨ માં પણ પુરું થાય તેવું લાગી રહ્યું નથી. કોવિડને કારણે ટર્મિનલ બિલ્ડિંગનું કામ થોડું લંબાયા પછી હવે પૂર્ણ થવાને આરે છે. આ પ્રોજેકટ પહેલા એપ્રન અને ટેકસી-વેનું કામ પૂરું થઇ જવું જોઇતું હતું પરંતુ તે નહીં થતાં પ્રોજેકટ ડીલે થવા માટે એરપોર્ટના પ્રોજેકટ ઇન્ચાર્જે એપ્રન અને ટેકસી-વે ના ઇજારદારને નોટિસ ફટકારી છે.

તા. ૨૯-૧૧-૨૦૨૧ ના રોજ ફટકારવામાં આવેલી આ નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોવિડને લીધે ઇજારદારને વર્ક એક્સટેન્શન આપવામાં આવ્યું હતું તે પછી બીજીવાર મોનસૂનને લીધે મુદતમાં વધારો કરાયો હતો અને એ પછી ઇજારદારે દિવાળી વેકેશનને લીધે કારીગરો મળતા નથી તેવું કારણ આપી કામ પુરુ કરવામાં મુદતમાં વધારો માંગ્યો હતો. અને તા. ૧૬-૮-૨૦૨૧ ના રોજ પ્રોજેકટ ઓફિસરને ઇજારદારે વર્ક પ્લાન આપ્યો હોવા છતાં ફેઝ-૧ નું કામ પૂરુ કર્યું નથી અને જયાં ફેઝ-૨ નું કામ શરૂ પણ કર્યું નથી અને દિવાળી વેકેશનને પણ ૧ મહિનો થવા છતાં વર્કપ્લાન પ્રમાણે કામ ન થતાં પ્રોજેકટ ઇન્ચાર્જે ઇજારદારને નોટિસ ફટકારી ઉત્તર માંગ્યો છે.

સુરત એરપોર્ટ પર નવી નવી એરલાઇન્સના ઉમેરા સાથે ફલાઇટ સંખ્યા વધતા રનવે પર ફલાઇટ હેન્ડલિંગ કેપેસિટી વધારવાની જરૂર છે. પરંતુ ટેકસી-વે નું કામ વિલંબમાં મુકાતા એક જ સમયે ૩-૪ ફલાઇટ સુરત એરપોર્ટ નજીક પહોંચે છે ત્યારે પાઇલટસને વિમાન લેન્ડિંગ કરાવવા આકાશમાં ચકરાવો લેવો પડે છે અને જેને લીધે એરલાઇન્સ ઇંધણનો વધારે ખર્ચ થઇ રહ્યો હોવાની ફરિયાદ કરી રહી છે. જો આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો એરલાઇન્સ તેની કેટલીક ફલાઇટ રદ કરી શકે છે.

સુરત એરપોર્ટ ડાયરેકટરે ટ્વીટ કરી માહિતી આપી છે કે જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન સુરત એરપોર્ટથી ૧,૩૫,૫૦૩ પેસેન્જરોની અવર જવર નોંધાઇ છે. ૭૦૦૮૦ જેટલા પેસેન્જરો જુદા જુદા શહેરોમાંથી સુરત એરપોર્ટ આવ્યા હતા. અને ૬૫૪૨૩ પેસેન્જરો સુરતથી રવાના થયા હતા. આ આંકડો માત્ર શિડયુલ ફલાઇટનો આપવામાં આવ્યો છે. નોન શિડયુલ ફલાઇટના પેસેન્જરોની આવર જવરનો આંકડો ઉમેરવામાં આવે તો કુલ પેસેન્જરોની સંખ્યા દોઢ લાખને પાર થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.